સરકાર લાવશે સરળ નિયમોવાળી આ ઈક્વિટી સેવિંગ્સ સ્કીમ, ટેક્સમાં મળશે વધારે છૂટ
સૂત્રોનુ કહેવુ છે કે, સરકાર રાજીવ ગાંધી સ્કીમના નબળા દેખાવથી શબક લઇને નવી યોજનામાં અનેક પ્રકારની આકર્ષક ઓફરો કરશે, સાથોસાથ પહેલાથી શેરમાં રોકાણ કરવાવાળાને પણ તેનો લાભ લઈ શકે તે માટે રોકાણ મર્યાદામાં કેટલીક ખાસ રાહતો આપવામાં આવશે. જો કે નવી યોજનામાં જુની યોજનાની જેમ રોકાણકારની આવકની મર્યાદા ૧ર લાખ રૂપિયા મહત્તમ નક્કી થઇ શકે છે.
Download ABP Live App and Watch All Latest Videos
View In Appઆ સ્કીમમાં રોકાણ પર પ૦ ટકા ટેકસ છૂટ હતી જે રપ૦૦૦ થતી હતી. રોકાણનો ગાળો ૩ વર્ષ અને વાર્ષિક આવક ૧ર લાખ હતી. હવે અગાઉ શેરમાં રોકાણ કરનારને પણ ટેકસ છૂટનો લાભ મળે તેવુ સરકાર ઇચ્છે છે. રોકાણનો ગાળો ૩ વર્ષથી ઓછો રાખવાની વિચારણા થઇ રહી છે.
સૂત્રોનુ કહેવુ છે કે, રાજીવ ગાંધી યોજનાને અત્યંત ખરાબ રીતે રજૂ કરવામાં આવી હતી. જે હેઠળ બીએસઇ ૧૦૦ હેઠળ આવતી કંપનીઓના શેરમાં રોકાણ કરવાની જ પરવાનગી હતી બાદમાં તેમાં ઇટીએફ સહિત અન્ય મ્યુચ્યુઅલ ફંડ સ્કીમને પણ જોડી દેવામાં આવી હતી. સૂત્રો ઉમેરે છે કે, ફકત ટેકસ છૂટનું આકર્ષણ બતાડીને રોકાણકારોને શેરમાં રોકાણ માટે પ્રોત્સાહિત કરી ન શકાય.
રાજીવ ગાંધી ઈક્વિટી સ્કીમમાં ટેકસ છૂટ માટે રોકાણની મર્યાદા પ૦,૦૦૦ રૂપિયા હતી. ઉપરાંત તેમા રોકાણ માટે અનેક પ્રકારની શરતો પણ લાગુ હતી જે હેઠળ ટેકસ છૂટનો ફાયદો એવા રોકાણકારોને જ મળતો હતો કે જેમની પાસેથી પહેલેથી જ ડિમેટ ખાતા ન હતા અને તેમણે કદી પહેલા શેરમાં રોકાણ કર્યુ ન હતુ.
સૂત્રો ઉમેરે છે કે, આ યોજનાને આકર્ષક બનાવવા માટે સરકારે શેરની ખરીદીમાં આઝાદી આપવા અને આઇપીઓમાં પણ રોકાણ પર ટેકસ છૂટ આપવી જોઇએ. છેલ્લા કેટલાક સમયથી શેરોમાં રોકાણનુ વલણ વધ્યુ છે. આરજીઇએસએસ એટલે કે રાજીવ ગાંધી સ્કીમમાં અત્યાર સુધીમાં પ૭૦૦૦ ડીમેટ ખાતા ખુલ્યા છે તેમાં કુલ ૧પ૪ કરોડનું રોકાણ થયુ છે.
સરકાર શેર સાથે જોડાયેલી એક નવી રોકાણ અને બચત યોજના લાવવાની તૈયારી કરી રહી છે. જેમાં બે લાખ રૂપિયા સુધીની ટેકસ છૂટ મળી શકે છે. આ ટેકસ છૂટ રાજીવ ગાંધી ઇક્વિટી સેવિંગ્સ સ્કીમમાં છૂટથી ચાર ગણી હશે. સૂત્રોના જણાવ્યા પ્રમાણે આ યોજનાની તુલનામાં નવી યોજનામાં વધુ ટેકસ છૂટની સાથે રોકાણ માટે નિયમ પણ વધુ સરળ હશે.
નવી દિલ્હીઃ સરકાર 12 લાખ રૂપિયા સુધીની વાર્ષિક આવક ધરાવતા લોકો માટે એક આકર્ષક ઈક્વિટી સેવિંગ્સ સ્કીમ લાવવાની યોજના બનાવી રહી છે. જેના નિયમ સરળ હોવાની સાથે સાતે ટેક્સમાં વધારે છૂટનો લાભ મળશે.
- - - - - - - - - Advertisement - - - - - - - - -