હવે PF ઉપાડવા માટે કંપનીના ચક્કર નહીં લગાવવા પડે, જાણો શું છે સરકારની યોજના?
આ માટે પીએફ ઓફિસે તમામ સબ્યોની ડિજિટલ સિગ્નેચર અગાઉથી જ સબમિટ કરી દીધી છે. ઓનલાઈન સુવિધાથી પીએફ સભ્યોને થોડા જ દિવસમાં પીએફની રકમ મળી જશે.
Download ABP Live App and Watch All Latest Videos
View In Appઓનલાઈન PF વિથડ્રોઅલ સુવિધાના ફાયદાઃ ઈપીએફ સબ્સક્રાઈબર્સ વિથડ્રોઅલ માટે ઓનલાઈન અરજી કરી શકે છે. આ માટે તેણે તેને પોતાની જૂની ઓફિસના ચક્કર નહીં લગાવવા પડે.
મેન્યુઅલ પીએફ ઉપાડવા માટે સભ્યોએ ફોર્સ 10સી અને ફોર્મ 19 ભરવાનું હોય છે. આ ફોર્મને UAN નંબની સાથે જૂની સંસ્થામાં આપવાનું છે. જૂની સંસ્થા તમારી તમામ વિગોત વેરિફાઈ કરીને ફોર્મ ઈપીએફ ઓફિસમાં મોકલી આપે છે. સામાન્ય રીતે મેન્યુઅલ પ્રોસેસમાં 15 દિવસથી લઈને 1 મહિનાની અંદર પીએફની રકમ મળતી હોય છે.
હજુ મેન્યુઅલમાં છે પ્રોસેસ: હાલમાં પીએફ ઉપાડવા માટે મેન્યુઅલ પ્રોસેસ કરવી પડે છે. જે અનુસાર તમે ઓછામાં ઓછા બે મહિનાથી બેરોજગાર હો તો જ પીએફમાંથી રૂપિયા ઉપાડી શકો છો.
નવી દિલ્હીઃ ખાનગી સેકટરમાં કામ કરનારા કર્મચારીઓ માટે સારા સમાચાર છે. ડિસેમ્બરથી ખાનગી સેકટરના કર્મચારી પોતાના પ્રોવિડન્ટ ફન્ડ (પીએફ)ના નાણાં ઓનલાઇન ઉપાડી શકશે. તેના માટે પોતાની કંપનીના ચક્કર લગાવવા નહીં પડે. ઇપીએફઓ આના માટે ડેટા ઇન્ટિગ્રેશનના કામને અંતિમ સ્વરૂપ આપી રહ્યું છે.
- - - - - - - - - Advertisement - - - - - - - - -