હવે તત્કાલ ટિકિટ માટે નહીં જોવી પડે રાહ, માત્ર એક ક્લિક પર થઈ જશે બુકિંગ, જાણો કેવી રીતે?
આટલી મોટી સંખ્યામાં ગણતરીના કલાકોમાં એકસાથે લોકો ટિકિટ બુક કરાવતા હોવાના કારણે આઈઆરસીટીસીની વેબસાઈટ આ સમય દરમિયાન હેંગ થઈ જાય છે અથવા ધીમી પડી જાય છે. મુસાફરોની આવી અસંખ્ય ફરિયાદોના પગલે હવે આઈઆરસીટીસીનું તત્કાળ લાઈટ વેઈટ વર્ઝન શરૂ કરાયું છે.
Download ABP Live App and Watch All Latest Videos
View In AppIRCTC લાઈટ વર્ઝન સવારે 9.30 કલાકથી બપોરે 12 કલાક સુધી કાર્યરત રહેશે. આ દરમિયાન તમામ ઇન્ટરલિંક જેમ કે આઈઆરસીટીસી વેબસાઈટ, ગૂગલ એડ્સ વગેરે હટાવી દેવામાં આવશે જેથી કરીને ઝડપથી ટિકિટ બુક થઈ શકે.
અમદાવાદ: ઓનલાઈન ટ્રેનની ટિકિટ બુક કરાવનારા પ્રવાસીઓમાં વારંવાર આઈઆરસીટીસીની વેબસાઈટ હેંગ-સ્લો થઈ જતી હોવાની ફરિયાદો ઊઠી હતી. આઈઆરસીટીસીએ હવે નવું આઈઆરસીટીસી લાઈટ પોર્ટલ તાજેતરમાં લોન્ચ કર્યું છે. નવા લાઈટ પોર્ટલ દ્વારા તત્કાલ બુકિંગના શરૂઆતના બે કલાકના સમયગાળામાં ૧ લાખથી વધુ ટિકિટ આસાનીથી બુક થઈ શકશે. હાલમાં ઓનલાઈન ટ્રેનની ટિકિટ બુક કરાવનારા મુસાફરોની સંખ્યા ખૂબ મોટા પ્રમાણમાં વધી રહી છે. ખાસ કરીને તત્કાલ ટિકિટનું બુકિંગ શરૂ થાય કે તરત જ સવારે ૧૦.૦૦ કલાકથી ૧૨.૦૦ વાગ્યાના શરૂઆતના બે કલાકમાં અંદાજે ૮૫,૦૦૦થી વધુ ટિકિટનું બુકિંગ થાય છે.
- - - - - - - - - Advertisement - - - - - - - - -