RBI સરકારને કરશે 40,000 કરોડ રૂપિયાની લહાણી, જાણો વિગત
આરબીઆઈના રિઝર્વ ફંડ સહિત સરકાર સાથે અન્ય વિવાદોના કારણે ઉર્જિત પટેલે થોડા દિવસો પહેલા ગવર્નર પદેથી રાજીનામું આપી દીધું હતું.
Download ABP Live App and Watch All Latest Videos
View In Appનવી દિલ્હીઃ ભારતીય રિઝર્વ બેંક ટૂંક સમયમાં જ કેન્દ્ર સરકારને 40 હજાર કરોડ રૂપિયાનો લાભ આપવાની છે. આરબીઆઈ ગવર્નર શક્તિકાંત દાસે કહ્યું કે, તેનાથી બજારમાં રોકડની અછત કોઈ પણ હાલતમાં ઊભી નહીં થાય. સૂત્રોના જણાવ્યા મુજબ આ લાભ ડિવિડંડની રકમ તરીકે માર્ચ સુધીમાં સરકારને મળશે. આરબીઆઈ પાસેથી રૂપિયા મળ્યા બાદ સરકારને તેના ચાલુ ખાતાની ખોટ ઓછી કરવામાં મદદ મળશે.
આરબીઆઈ દ્વારા નાણામંત્રી વચગાળાનું બજેટ રજૂ કરે તે પહેલા ડિવિડંડ પર અંતિમ નિર્ણય લેવામાં આવી શકે છે. સરકાર 1 ફેબ્રુઆરીએ વચગાળાનું બજેટ રજૂ કરશે. આરબીઆઈએ તેના રિઝર્વ ફંડમાંથી કેટલા રૂપિયા પોતાની પાસે રાખવા જોઈએ અને સરકારને કેટલી રકમ ડિવિડંડ તરીકે આપવી જોઈએ તે નક્કી કરવા માટે એક સમિતિ બનાવવામાં આવી છે.
- - - - - - - - - Advertisement - - - - - - - - -