Flipkart Big Freedom sale: iPhone6, ગૂગલ પિક્સલ XL સહિત અનેક ગેજેટ્સ પર મળી રહી છે બંપર છૂટ, જાણો
ઉપરાંત ફ્લિપકાર્ટ પર ટીવી, લેપટોપ, ટેબલેટ જેવા ઇલેક્ટ્રોનિક ઉપકરણો પર ભારે છૂટ મળી રહી છે. તેમાં 32 ઇંચના સોની એલઈડી સ્માર્ટ ટીવીની કિંમત 32,900થી ઘટાડીને 2_,999 કરવામાં આવશે. જોકે તેની સાચી કિંમત શું હશે તેના માટે રાહ જોવી પડશે.
આઈફોન 6ના 32 જીબી મોડલ કિંમત આ સેલમાં ખૂબ જ ઓછી હોઈ શકે છે. કંપનીએ તેના સંકેત આપ્યા છે.
લેનોવો ક6 પાવર જેની કિંમત 9999 રૂપિયા છે તેના પર 1000 રૂપિયાની છૂટ મળશે.
ગૂગલ પિક્સલ XLની કિંમત 67,000 રૂપિયાથી ઘટીને 48,999 રૂપિયા ફ્લિપકાર્ટ સેલમાં કરવામાં આવી છે.
બિગ ફ્રીડ સેલની કેટલીક ડિસ્કાઉન્ટ ઓફર વિશે ઈ-કોમર્સ કંપની જણાવ્યું છે. જેમાં મોટો એમ અને મોટો જી5 પ્લસ જેની કિંમત 15,999 રૂપિયા અને 16,999 રૂપિયા છે પરંતુ આ સેલમાં આ સ્માર્ટપોન 12,999 રૂપિયા અને 14,999 રૂપિયામાં મળશે.
રેડમી નોટ 4ના સેલ પર એચડીએફસી ક્રેડિટ કાર્ડ યૂઝરને 10 ટકાનું ઇન્ટસ્ટન્ટ ડિસ્કાઉન્ટ મળશે.
એમેઝોન ઇન્ડિપેન્ડન્સ સેલની જાહેરાત કર્યા બાદ હવે ભારતીય ઈ-કોમર્સ જાયન્ટ ફ્લિપકાર્ટે પણ સેલને લઈને જાહેરાત કરી છે. ફ્લિપકાર્ટ પર ફ્રીડમ સેલ આજે એટલે કે 9 ઓગસ્ટથી શરૂ થશે અને 11 ઓગસ્ટ સુધી ચાલશે. જ્યારે એમેઝોન પર સેલ 12 ઓગસ્ટ સુધી ચાલશે. આ સેલમાં સ્માર્ટફન, ટીવી, લેપટોપ, ટેબલેટ, હેડફોન, કેમેરા અને અન્ય એક્સેસરી પણ ભારે છૂટ મળશે.