આ 331 કંપનીઓમાં તમે રોકાણ કર્યું છે, તો તમને લાગશે મોટો ઝટકો, SEBIએ કંપીના શેરનાં કારોબાર પર લગાવ્યો પ્રતિબંધ
આ સિવાય જ્યાં સુધી ડિલિસ્ટિંગની પ્રક્રિયા પૂરી ના થાય ત્યાં સુધી આ કંપનીઓને એક્સચેન્જના પ્લેટફોર્મ પર કોઈ સિક્યુરિટીઝમાં સોદો કરવાની મંજૂરી નહીં અપાય. આ ઉપરાંત કોઈ પણ ડિપોઝિટરી એકાઉન્ટમાં રહેલાં તેમના હોલ્ડિંગને પણ ફ્રિજ કરી દેવાશે.
Download ABP Live App and Watch All Latest Videos
View In Appઆ પ્રકારની કંપનીઓની વિશ્વસનીયતા તથા ફંડામેન્ટલ્સની સત્યતા ચકાસવાની પ્રક્રિયા માટે સેબીએ તમામ એક્સચેન્જીસને સ્વતંત્ર ઓડિટરની નિમણૂક કરી તેમની ઓડિટ કરવા જણાવ્યું છે. જો જરૂર પડે તો આ માટે એક્સચેન્જીસ ફોરેન્સિક ઓડિટ પણ કરાવી શકે છે. વેરિફિકેશનમાં આ કંપનીઓની વિશ્વસનીયતા યોગ્ય નહીં હોવાનું પુરવાર થવાના કિસ્સામાં ફરજિયાત ડિલિસ્ટિંગની પ્રક્રિયા શરૂ કરવાની રહેશે.
ચોથા સ્ટેજમાં મુકવામાં આવતા શેર્સમાં ટ્રેડ ટુ ટ્રેડ કેટેગરી હેઠળ મહિનામાં એકવાર ટ્રેડિંગની મંજૂરી અપાય છે. આ તમામ શેર્સ બુધવારથી સ્ટેજ 4માં ખસેડવામાં આવતા ચાલુ મહિને તે ટ્રેડિંગ માટે ઉપલબ્ધ બનશે નહીં. આ ઉપરાંત આ શેરોની કિંમત છેલ્લી ટ્રેડિંગ પ્રાઈસથી વધવા નહીં દેવાય. આ ઉપરાંત આ શેર ખરીદનારા પાસેથી ટ્રેડ વેલ્યુના 200 ટકા રકમ એડિશ્નલ સર્વેલન્સ ડિપોઝિટ પેટે વસૂલવામાં આવશે. આ રકમ પાંચ મહિના સુધી એક્સચેન્જ પાસે રાખવામાં આવશે.
કંપની બાબતોના મંત્રાલય દ્વારા કથિત શેલ કંપની હોવાનું મનાતી 331 લિસ્ટેડ કંપનીઓની યાદી સેબીને સોંપાયા બાદ બજાર નિયામક દ્વારા આ નિર્દેશ જારી કરાયા હતાં. આ કંપનીઓને ફરજિયાત ડિલિસ્ટ કરાય તેવી પણ શક્યતા છે. આ કંપનીઓ પર ચાંપતી નજર રાખવા માટે તેમનું સ્વતંત્ર ઓડિટ અને જરૂર પડે તેમની વિશ્વસનીયતા ચકાસવા ફોરેન્સિક ઓડિટ પણ કરાશે. બીએસઈ, એનએસઈ તથઆ મેટ્રોપોલિટન સ્ટોક એક્સચેન્જને મોકલેલી એક નોંધમાં સેબીએ તાત્કાલિક અસરથી આ 331 કંપનીઓના શેરને ગ્રેડેડ સર્વેલન્સ મિકેનિઝમ(જીએસએમ)ના ચોથા સ્ટેજમાં મુકવાનો આદેશ કર્યો છે.
નવી દિલ્હીઃ કાળાનાણાં પર પ્રતિબંધ લગાવવાના ભાગરૂપે શેર અને કોમોડિટી બજાર નિયામક સંસ્થા સેબીએ 331 સંદિગ્ધ શેલ કંપનીઓ પર પ્રથમ મોટી કાર્રવાઈ કરી છે. સેબીના આદેશ પર શેર બજારમાં આ 331 શેર કંપનીઓના શેરના ટ્રેડિંગ પર પ્રતિબંધ લગાવવામાં આવ્યો છે. આ 331 કંપનીઓના રોકાણકારનો રૂપિયા ફસાઈ ગયા છે. જે 331 કંપનીઓ પર પ્રતિબંધનો નિર્ણય કરવામાં આવ્યો છે તે હાલમાં શેર બજારમાં લિસ્ટેડ છે. તેના શેરમાં આ મહિને કોઈ ડ્રેટિંગ કરી શકાશે નહીં.
- - - - - - - - - Advertisement - - - - - - - - -