TVSએ લોન્ચ કર્યું નવું સ્કૂટર Jupiter ક્લાસિક, વધારે માઈલેજ માટે તેમાં છે ECO મોડ
Download ABP Live App and Watch All Latest Videos
View In Appનવી ટીવીએસ જ્યૂપીટર ક્લાસિક એડિશનમાં યૂએસબીચાર્જર અને કમ્ફર્ટેબલ ડ્યુઅલ ટોન સીટ આપવામાં આવી છે. 110સીસીના પાવરવાળા આ સ્કૂટર સિંક બ્રેકિંગ સિસ્ટમ (એસબીએસ)થી સજ્જ છે અને તે 10 કલર ઓપ્શન-ટાઈટેનિયમ ગ્રે, મર્કરી વ્હાઈટ, મિડનાઈટ બ્લેક, વોલ્કેનો રેડ, સ્પાર્કલિંગ સિલ્વર, રોયલ વાઈન, મેટ બ્લૂ, સ્ટેલિયન બ્રાઉન, ઝેડ ગ્રીન અને મિસ્ટિક ગોલ્ડમાં ઉપલબ્ધ રહેશે.
કંપની અનુસાર આ સ્ક્ટૂરમાં નેક્સ્ડ જનરેશનવાળું 110સીસી એન્જિન આપવામાં આવ્યું છે. જે 7.9 બીએચપીનો પિક-અપ પાવર આપે છે અને 8 એનએમનો ટોર્ક જનરેટ કરે છે. તમને જણાવીએ કે જ્યૂપિટર ક્લાસિક એડિશનમાં સીવીટી ગિયર બોક્સ આપવામાં આવ્યું છે.
કંપનીએ જ્યુપીટર ક્લાસિકની કિંમત 55,266 રૂપિયા રાખી છે. ટૂંકમાં જ દેશના તમામ ડીલરોની પાસે આ વેચાણ માટે ઉપલબ્ધ હશે. ટીવીએસ જ્યૂપીટર ક્લાસિક એડિશનમાં નવા કલર ઓપ્શનની સાથે રાઉન્ડ શેપના ફુલ ક્રોમ મિરિર જેવા ફીચર્સ પણ છે.
નવી દિલ્હીઃ દેશની જાણીતી ટૂ-વ્હીલર અને થ્રી-વ્હીલર નિર્માતા કંપની ટીવીએસએ પોતાનું સસ્તું સ્કૂટર ટીવીએસ જ્યૂપીટર ક્લાસિક એડિશન લોન્ચ કર્યું છે. આ સ્કૂટરમાં અનેક નવા ફીચર્સ આપવામાં આવ્યા છે. તેમાં ઈકો મોડ અને પાવર મોડની સાથે ટીવીએસની પેટન્ટવાળું Econometer પણ આપવામાં આવ્યું છે, જે એન્જિન ઈકો મોડમાં પેટ્રોલનો ઓછો ઉપયોગ કરે છે અને વધારે માઈલેજ આપે છે.
- - - - - - - - - Advertisement - - - - - - - - -