બિન્ની બંસલે Flipkartના ગ્રુપ CEO પદેથી આપ્યું રાજીનામું, જાણો વિગતે
નવી દિલ્હીઃ ફ્લિપકાર્ટના કો-ફાઉન્ડર અને ગ્રુપ સીઈઓ બિન્ની બંસલે રાજીનામું આપી દીધું છે. વોલમાર્ટના જણાવ્યા મુજબ બિન્ની પર ગડબડી કરવાનો આરોપ લાગ્યો છે. જેના કારણે તેની સામે તપાસ થઈ રહી છે. આ કારણે બિન્ની બંસલે રાજીનામું આપ્યું છે. બિન્ની બંસલે તપાસના કારણે રાજીનામું આપ્યું હોવાની વાત નકારી કાઢી છે.
Download ABP Live App and Watch All Latest Videos
View In Appસચિન બંસલ અને બિન્ની બંસલે 2007માં બેંગ્લુરુમાં ફ્લિપકાર્ટની સ્થાપના કરી હતી. બંને 2005માં આઈઆઈટી દિલ્હીમાં મળ્યા હતા અને અમેઝોનમાં સાથે કામ કર્યું હતું. તેમણે ઓનલાઇન પુસ્તકો વેચવાથી કારોબાર શરૂ કર્યો હતો.
મે મહિનામાં વોલમાર્ટે ફ્લિપકાર્ટને 1.05 લાખ કરોડ રૂપિયા (16 અબજ ડોલર)માં ખરીદી હતી. વોલમાર્ટનો ફ્લિપકાર્ટમાં 77 ટકા હિસ્સો છે. આ ડીલમાં બીજા કો-ફાઉન્ડર સચિન બંસલે તેનો 5.5 ટકા હિસ્સો વેચવો પડ્યો હતો. જે બાદ તે કંપનીમાંથી બહાર થઈ ગયા હતા. હવે બંને કો-ફાઉન્ડરની ફ્લિપકાર્ટમાંથી વિદાઈ થઈ ચુકી છે.
વોલમાર્ટે એક નિવેદન બહાર પાડીને કહ્યું કે, તપાસમાં બિન્ની સામે કોઈ પૂરતા નથી મળ્યા. જોકે, આ દરમિયાન બિન્નીએ જે પ્રકારે વ્યવહાર કર્યો તેમાં ખામી જોવા મળી છે. તેમાં પારદર્શિતા નહોતી. આ કારણે તેમનું રાજીનામું તાત્કાલિક સ્વીકારી લેવામાં આવ્યું છે.
- - - - - - - - - Advertisement - - - - - - - - -