રેલવે ઘટાડશે AC-2ની સંખ્યા, બેસિક ભાડામાંમ થઈ શકે છે 15 ટકા સુધીનો વધારો
ફ્લેક્સીફેર સ્કીમ એટલે કે ઓછી થતી સીટો સાથે વધતું ભાડું. ગત વર્ષે સપ્ટેમ્બરમાં દુરંતો,શતાબ્દી અને રાજધાની જેવી 143 મુખ્ય ટ્રેનોમાં સિસ્ટમ શરૂ કરવામાં આવી. 10 ટકા સીટોનું બુકિંગ પર બેઝિક ફેર 10 ટકા વધે છે. 40 ટકા સીટ બુકિંગ પર ભાડું 10 ટકા વધે છે. 40 ટકા સીટો પછી ભાડું દોઢ ગણું લાગે છે. ગત વર્ષે 9 સપ્ટેમ્બરથી 31 ઓક્ટોબર વચ્ચે રાજધાની, દુરંતો અને શતાબ્દી એક્સપ્રેસમાં 5 હજાર 871 બર્થ ખાલી રહ્યા હતા.
Download ABP Live App and Watch All Latest Videos
View In Appમાસિક સિઝન ટિકિટનું ભાડું વધારવામાં આવી શકે છે. ટિકિટ કેન્સલ કરવાના નિયમોમાં ફેરફાર કરાશે. ટ્રેન મોડી થવા અંગે મુસાફરોને જાણકારી SMS દ્વારા આપવામાં આવશે. મોડી પડતી ટ્રેનોને અપ ટુ ટાઇમ બનાવવાથી લઇને પણ પગલાં લેવાશે. રેલવે ભવિષ્યમાં સ્લીપર કોચની સંખ્યા પણ ઘટાડી શકે છે.
રેલવેનો તર્ક છે કે એસી-2 માટે ત્યારે માગ હોય છે, જ્યારે એસી-3માં જગ્યા નથી હોતી. સ્લીપરના 30-40% મુસાફર હવે એસી-3ની સફર કરવા માગે છે. એસી-2ની તુલનામાં એસી-3માં 26 મુસાફર વધારે આવશે. તેનાથી ભીડનું દબાણ ઘટશે. તેનાથી સ્લીપરના મુસાફર એસી-3માં આવશે. જેનાથી રેલવેની આવક વધશે.
નફો માત્ર એસી-3 ટ્રેનથી થઇ રહ્યો હોય રેલવેનો પ્રયાસ છે કે સ્લીપર કોચ ઘટાડીને એસી-3 વધારવામાં આવે. તે ઉપરાંત રેલવે બોર્ડે મુસાફરોના વિરોધને જોતા ફ્લેક્સી ભાડું બંધ કરવાનો પણ નિર્ણય કર્યો છે. હાલ રાજધાની, શતાબ્દી, દુરંતો જેવી 143 ટ્રેનોમાં સિસ્ટમ લાગુ છે. તેના સ્થાને હવે તમામ ટ્રેનોમાં મૂળ ભાડું એક સાથે વધારાશે. સંભાવના છે કે તમામ ટ્રેનોના ભાડામાં 10થી 15 ટકા વધારો કરાય.
નવી દિલ્હીઃ ભારતીય રેલવે પોતાની તમામ ટ્રેનમાં AC-2 કોચ ઘટાડવાની તૈયારી કરી રહી છે. જ્યારે રેલવે તેની જગ્યાએ AC-3 કોચની સંખ્યા વધારશે. હાલમાં રેલવે તરફતી જારી આંકડા અનુસાર માત્ર AC-3 કોચ જ સૌથી વધારે નફો કમાઈ રહ્યા છે. માટે કહેવાય છે કે, રેલવે નોન એસી સ્લીપર કોચની સંખ્યા પણ ઘટાડીને AC-3 કોચ વધારી શકે છે અને ઓછો પ્રતિસાદ મળવાને કારણે 143 ટ્રેનમાં ફ્લેક્સી ફેર સિસ્ટમ પણ પરત ખેંચવામાં આવી શકે છે. તેની જગ્યાએ તમામ ટ્રેનના બેસિક ભાડામાં 10-15 ટકાનો વધારો થવાની ધારણા છે.
- - - - - - - - - Advertisement - - - - - - - - -