ભારતના ધનાવાનો વધુ ધનાઢ્ય બન્યા, મુકેશ અંબાણી ટોચ પર
યોગગુરુ બાબા રામદેવના નિકટના સાથી અને પતંજલિ આયુર્વેદનું સંપૂર્ણ સંચાલન કરતા આચાર્ય બાલકૃષ્ણ લાંબી છલાંગ લગાવીને આ યાદીમાં ૧૯મા સ્થાન પર આવી ગયા છે. તેમની સંપત્તિ ૬.૫૫ અબજ ડોલર એટલે કે ૪૩ હજાર કરોડ રૂપિયા આંકવામાં આવી છે. ગયા વર્ષે તેઓ આ યાદીમાં ૪૮મા ક્રમ પર હતા. મેગેઝિને લખ્યું છે કે ‘ભારતની આર્થિક સ્થિતિ નરમ હોવા છતાં યાદીમાં સમાવાયેલા ધનવાનોની સંયુક્ત સંપત્તિ ૨૬ ટકા વધીને ૪૭૯ અબજ ડોલર એટલે કે ૩૧ લાખ કરોડ રૂપિયાથી વધુ થઈ ગઈ છે.’
Download ABP Live App and Watch All Latest Videos
View In Appફોર્બ્સ મેગેઝિને કહ્યું કે વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ આર્થિક ક્ષેત્રે લીધેલા પગલાંની ભારતના અબજોપતિઓ પર નામમાત્રની અસર થઈ છે. છેલ્લાં એક વર્ષમાં મુકેશ અંબાણીની સંપત્તિમાં ૧૫.૩ અબજ ડોલર એટલે કે ૬૭ ટકાનો જબરદસ્ત વધારો થઈ ગયો છે. આ રીતે તેમણે એશિયાના ટોચના ઉદ્યોગપતિઓમાં તેમનું સ્થાન વધારે મજબૂત કરી દીધું છે. મુકેશ અંબાણીના નાના ભાઈ અનિલ અંબાણી આ યાદીમાં ૪૫મા ક્રમ પર રહ્યા છે. તેમની સંપત્તિ ૩.૧૫ અબજ ડોલર આંકવામાં આવી છે. ગયા વર્ષે તેઓ ૩૨મા સ્થાન પર અને ૨૦૧૫માં ૨૯મા સ્થાન પર રહ્યા હતા.
ધનવાનોની સંપત્તિનું મૂલ્યાંકન કરતા મેગેઝિન ‘ફોર્બ્સ’ની વાર્ષિક યાદી ‘ઈન્ડિયા રિચ લિસ્ટ ૨૦૧૭’ મુજબ સોફ્ટવેર કંપની વિપ્રોના વડા અઝીમ પ્રેમજી ૧૯ અબજ ડોલરની નેટવર્થ સાથે બીજા ક્રમે રહ્યા છે. ગયા વર્ષે તેઓ આ યાદીમાં ચોથા ક્રમ પર હતા. ફાર્મા કંપની સન ફાર્માસ્યુટિકલ્સના વડા દિલીપ સંઘવી ૧૨.૧ અબજ ડોલરની સંપત્તિ સાથે નવમા સ્થાન પર છે. તેઓ ગયા વર્ષે યાદીમાં બીજા ક્રમે હતા. સન ફાર્માના શેરમાં છેલ્લાં કેટલાક સમયમાં ભારે ધોવાણ થવાથી આમ થયું છે.
નવી દિલ્હીઃ ફોર્બ્સ મેગેઝીને 2017ની 100 સૌથી અમીર ભારતીયોની યાદી બહાર પાડી છે. આ યાદીમાં રિલાયન્સ ઇન્ડસ્ટ્રીઝના માલિક મુકેશ અંબાણી ટોપ પર છે. તેમની સંપત્તિ અંદાજે 38 બિલિયન ડોલર આંકવામાં આવી છે. આ યાદીમા બીજા નંબર પર વિપ્રોના ચેરમેન અઝીમ પ્રેમજી છે, જ્યારે ત્રીજા સ્થાન પર હિન્દુજા બ્રધર્સને મળ્યું ચે. અઝીમ પ્રેમજીની સંપત્તિ અંદાજે 19 બિલિયન ડોલર છે, જ્યરે હિન્દુજા બ્રધર્સની સંપત્તિ 18.4 બિલિયન ડોલર આંકવામાં આવી છે.
- - - - - - - - - Advertisement - - - - - - - - -