જિઓ લોન્ચ કરશે 4G સિમકાર્ડવાળું લેપટોપ! જાણો શું છે હકીકત
જોકે http://www.extrobuzz.com/jio-4g-laptop-features/ વેબસાઈટ પર આ લેપટોપની કિંમત 35થી 40 હજાર વચ્ચે હોવાની વાત કહેવામાં આવી છે. આ મામલે કંપની તરફથી કોઈ સત્તાવાર ટિપ્પણી કરવામાં આવી નથી. ઉપરાંત કેટલીક ફેક વેબસાઈટ પર જિઓ લેપટોપનું પ્રી બુકિંગ શરૂ કરવાના અહેવાલ મણ છે. જોકે આ તમામ વેબસાઈટ ફેક હોવાના અહેવાલ છે.
Download ABP Live App and Watch All Latest Videos
View In Appરિપોર્ટની માનીએ તો જિઓ લેપટોપમાં ચોકલેટની સ્ટાઈલમાં કિબોર્ડ આપવામાં આવશે. આમાં મેગ્નેશિયમ એલોય બોડી હશે અને કૂલિંગ ફેન આપવામાં આવશે નહી. આ 12.2 એમએમ પાતળો અને 1.2 કિલોગ્રામ વજનવાળો હશે. જિઓ 4G VoLTE લેપટોપમાં ઈન્ટેલ પેન્ટિયમ ક્વાડ-કોર પ્રોસેસર, 4 જીબી રેમ અને 64 જીબીની સ્ટોરેજ હોઈ શકે છે. ક્નેક્ટિવિટી માટે લેપટોપમાં બ્લૂટૂથ, માઈક્રો HDMI પોર્ટ, બે યૂએસબી પોર્ટ અને માઈક્રો એસડી કાર્ડ સ્લોટ પણ હશે.
નવી દિલ્હીઃ બજારમાં જિઓ સર્વિસના લૉન્ચિંગ બાદથી જ એવી અટકળો વહેતી થઇ હતી કે કંપની માત્ર ફોન સુધી જ સીમિત રહેશે નહી. મળતી માહિતી પ્રમાણે રિલાયન્સ જિઓ સેટટોપ બોક્સની સાથે 4જી સિમ કાર્ડ સ્લોટવાળા લેપટોપ પણ લાવવાની યોજના બનાવી રહ્યું છે. તેનો સીધો મતલબ એ છે કે જિઓનું 4જી VoLTE સપોર્ટ કરનાર લેપટોપ લૉન્ચ થઇ શકે છે. આપને જણાવી દઇએ કે તાજેતરમાં જ જિઓ ડીટીએસ સેટ ટોપ બોક્સની કેટલીક તસવીરો સોશ્યલ મીડિયા પર વાયરલ થઇ છે. એવામાં કહી શકાય છે કે રિલાયન્સ જિઓ માત્ર જિઓ સિમ અને ફોન સુધી જ મર્યાદિત ના રહેતા ટીવી અને લેપટોપ ક્ષેત્રમાં પણ આવવાની તૈયારીમાં છે.
જો મળતી માહિતી પર વિશ્વાસ કરીએ તો જિઓ બ્રાન્ડનું લેપટોપ કંપનીના LYF સ્માર્ટફોન જેવો જ હશે એટલે કે લેપટોપમાં 4જી સિમકાર્ડ સ્લોટ અપાશે. કંપનીના લાઇફ બ્રાન્ડ સ્માર્ટફોન ચાઇનાની બનાવટના હતા, જેને રિબ્રાન્ડેડ કરાયા હતા. માનવામાં આવી રહ્યું છે કે આ લેપટોપ પણ Foxconn કંપનીએ બનાવેલા હશે. જેને ભારતમાં થોડાંક ફેરફાર સાથે વેચાશે. આ લેપટોપમાં 13.3 ઇંચની ફૂલ એચડી ડિસ્પ્લે થઇ શકે છે. તેમાં વીડિયો કોલિંગ માટે એચડી કેમેરો આપેલો હશે.
- - - - - - - - - Advertisement - - - - - - - - -