ફોર્ડ ફિગોના ફેસલિફ્ટ વર્ઝનની તસવીરો થઈ લીક, જાણો શું હશે ખાસ
નવી દિલ્હીઃ ફોર્ડ ઈન્ડિયાએ તેની કોમ્પેક્ટ સેડાન એસ્પાયરના ફેસલિફ્ટ વર્ઝનને આ વર્ષે ઓક્ટોબરમાં લોન્ચ કરી હતી. હવે કંપનીએ ફિગો હેચબેકનું ફેસલિફ્ટ વર્ઝન લોન્ચ કરવાની જાહેરાત કરી હતી. ફોર્ડ ફિગોની તસવીરો ઓનલાઇન લીક થઈ છે. ટેસ્ટિંગ દરમિયાન લીક થયેલી તસવીરોમાં ફેસલિફ્ટ ફિગો કવર વગરની જોવા મળી રહી છે.
Download ABP Live App and Watch All Latest Videos
View In Appનવી ફિગો 1.2 લીટર, 3 સિલિન્ડર અને 1.5 લીટર, 3 સિલિન્ડર એમ બે નવા પેટ્રોલ એન્જિન ઓપ્શનમાં બજારમાં ઉતારી શકે છે. આ ઉપરાંત તેમાં 1.5 લીટર TDCI ડીઝલ એન્જિનનો વિકલ્પ પણ મળશે. ફેસલિફ્ટ ફિગોમાં મેન્યુઅલ અને ઓટોમેટિક બંને ગિયરબોક્સનો ઓપ્શન પણ મળવાની સંભાવના છે.
નવી ફિગોના રિયર અપડેટની વાત કરવામાં આવે તો તેમાં રૂફ માઉન્ટેડ સ્ટોપ લેમ્પસ, રિવાઇઝ્ડ રિયર બંપર,ક્રોમ સ્લેટ અને નવા ડેકલ્સ સાથે બીએલયુ સ્ટિકર પણ સામેલ છે. આ ઉપરાંત ડ્યૂલ એરબેગ્સ, એબીએસ, બ્રેક અસિસ્ટ, સીટ બેલ્ટ રિમાઇન્ડર અને રિયર પાર્કિંગ સેન્સર જેવા સેફ્ટી ફીચર્સ મળી શકે છે.
નવી ફોર્ડ ફિગોના એક્સટીરિયરમાં એસ્પાયરની જેમ જ કેટલાક કોસ્મેટિક અપડેટ્સ જોવા મળશે. કારના ફ્રન્ટમાં ક્રોમ ફિનિશની સાથે નવી ડિઝાઇનની ગ્રિલ અને નવું બંપર મળશે. તેમાં નવા 15 ઈંચના એલોય વ્હીલ હશે. ફેસલિફ્ટ ફિગોમાં નવા પ્રોજેક્ટર હેડલેમ્પ્સ અને ડ્યૂલ ટોન પેઇન્ટ સ્કીમ જોવા મળશે.
- - - - - - - - - Advertisement - - - - - - - - -