મુકેશ અંબાણીની પુત્રી ઈશાને સાસુ-સસરાએ આપી 450 કરોડ રૂપિયાની આ વસ્તુ ભેટમાં, જાણો વિગત
મુંબઈ: રિલાયન્સ ઈન્ડસ્ટ્રીઝ લિમિટેડના ચેરમેન મુકેશ અંબાણીના પુત્રી ઈશા અંબાણી અને આનંદ પિરામલ લગ્ન બાદ હવે મુંબઈમાં 450 કરોડ રૂપિયાની કિંમતવાળા આ બંગલામાં રહેશે. આ બંગલામાંથી અરબી સમુદ્રનાં દર્શન થાય છે. પાંચ-માળવાળા આ બંગલાનું નામ ‘ગુલિતા’ છે.
Download ABP Live App and Watch All Latest Videos
View In Appવર્લી સ્થિત આ પાંચ માળના બંગલામાંથી સમુદ્રનો નજારો જોઈ શકાય છે. બંગલો 50 હજાર સ્કેવરફુટમાં ફેલાયેલો છે. આનંદના પિતા અજય પીરામલે 2012માં તેને હિંન્દુસ્તાન યુનીલિવર પાસેથી ખરીદ્યો હતો. ઉલ્લેખનીય છે કે તેને ખરીદવાની દોડમાં અનિલ અંબાણી અને ગૌતમ અંદાણી પણ સામેલ હતા. અનિલ અંબાણીએ 350 કરોડ રૂપિયાની જયારે ગૌતમ અંદાણીએ 400 કરોડ રૂપિયાની બોલી લગાવી હતી. બંગલાની વધુ તસવીરો જુઓ આગળની સ્લાઈડ્સમાં....
બંગલના અલગ-અલગ ફલોર પર લાઉન્જ એરિયા, ડ્રેસિંગ રૂમ અને સર્વન્ટ ક્વાર્ટર પણ છે. બંગલાના નિર્માણમાં શરૂઆતમાં વિવાદ થયો હતો. પરંતુ ઝડપથી પતી ગયો. 2015માં ગુલીટા બંગલના રિનોવેશનમાં તેજી આવી હતી.
બંગલામાં ત્રણ બેઝમેન્ટ છે. તેમાંથી બે સર્વિસ અને પાર્કિંગ માટે છે. પ્રથમ બેઝમેન્ટમાં લોન, વોટર પ્રુફ અને એક મલ્ટીપરપઝ રૂમ છે. ગ્રાઉન્ડ ફલોર પર એન્ટ્રન્સ લોબી અને ઉપરના માળો પર લિવિંગ, ડાઈનિંગ હોલ, મલ્ટીપરપઝ રૂમો અને બેડરૂમ છે.
આ બંગલો દક્ષિણ મુંબઈના વરલી વિસ્તારમાં આવેલો છે અને 50 હજાર સ્ક્વેર ફૂટ વિસ્તારમાં બાંધવામાં આવ્યો છે. આનંદ પિરામલના પિતા અજય પિરામલ અને માતા સ્વાતિ પિરામલ તરફથી નવદંપતીને આ બંગલો ગિફ્ટમાં આપવામાં આવ્યો છે. તેના માટે બીએમસીમાંથી 19 સપ્ટેમ્બરે કલીયરન્સ સર્ટિફીકેટ પણ મળી ચુકયું છે.
- - - - - - - - - Advertisement - - - - - - - - -