SBIના ખાતાધારકોને 6 મહિનામાં લાગ્યો 5,555 કરોડ રૂપિયાનો ચુનો, RTIમાં થયો ખુલાસો, જાણો વિગતે
બેંકિંગ છેતરપિંડીથી બચવા માટે તમારા બેંક ખાતા સાથે સંકળાયેલી કોઈ પણ માહિતી ઓનલાઇન કે ઓફલાઇન શેર ન કરો, તમારી બેંકિંગ ડિટેલને સુરક્ષિત રાખો.
Download ABP Live App and Watch All Latest Videos
View In Appતેમણે એસબીઆઈ વતી આપવામાં આવેલા જવાબની માહિતી આપતાં જણાવ્યું કે, નાણાકીય વર્ષના પ્રથમ ત્રિમાસિક (એપ્રિલ-જૂન)માં બેંકમાં કુલ 723.06 કરોડ રૂપિયાની છેતરપિંડીના મામલા સામે આવ્યા હતા. તેની કુલ સંખ્યા 669 હતી. જુલાઈથી સપ્ટેમ્બર દરમિયાન 4832.42 કરોડ રૂપિયાની છેતરપિંડીના 660 મામલા સામે આવ્યા હતા.
નવી દિલ્હીઃ દેશની સૌથી મોટી બેંક ભારતીય સ્ટેટ બેંકમાં વર્તમાન નાણાકીય વર્ષના છ મહિનામાં બેંકિંગ છેતરપિંડીના 1329 મામલા સામે આવ્યા છે. જેમાં 5555.48 કરોડ રૂપિયાની રકમની છેતરપિંડી થઈ હોવાનું સામે આવ્યું છે. મધ્યપ્રદેશના નીમચના રહેવાસી આરટીઆઈ કાર્યકર્તા ચંદ્રશેખર ગૌડે માંગેલી માહિતીમાં ઉપરોક્ત વાત સામે આવી છે.
- - - - - - - - - Advertisement - - - - - - - - -