આ બેંક હવે એક જ કાર્ડમાં Debit અને Credit કાર્ડની સુવિધા આપશે, જાણો વિગતે
નવી દિલ્હીઃ હવે તમારે ક્રેડિટ અને ડેબિટ એમ બે અલગ અલગ કાર્ડ રાખવાની જરૂરત નહીં રહે. ઇન્ડસઇન્ડ બેંક ડેબિટ અને ક્રેડિટ કાર્ડ બન્નેની સુવિધા એક જ કાર્ડમાં આપશે. બેંકે દેશનું પ્રતમ ડ્યૂઓ કાર્ડ લોન્ચ કર્યું છે જેમાં 2 ચિપ લાગેલ હશે. તેમાંથી એક ચિપ ડેબિટ કાર્ડ જ્યારે બીજી ક્રેડિટ કાર્ડની છે. ઉપરાંત તેમાં 2 મેગ્નેટિક સ્ટ્રીપ પણ આપવામાં આવી છે.
Download ABP Live App and Watch All Latest Videos
View In Appજ્યારે ડેબિટ કાર્ડ એકાઉન્ટ ખોલવાની સાથે જ મળશે. હવે ઇન્ડસઇન્ડ બેંકના ગ્રાહકોને એક જ વખતમાં બન્ને કાર્ડ મળી જશે. ઇન્ડસઇન્ડ બેંકની દેશમાં 1410 બ્રાન્ટ અને 2285 એટીએમ છે. બેંકની ભારત ઉપરાંત લંડન, દુબઈ અને અબૂ ધાબી જેવા શહેરોમાં પણ ઓફિસ છે.
બેંકના કન્ઝ્યૂમર બેન્કિંગ પ્રમુખ સુમંત કઠપાલિયા અનુસાર અમારો ટાર્ગેટ હંમેશા ગ્રાહકોને સારી સુવિધા આપવાનો છે. અત્યાર સુધી બેંકે ક્રેડિટ કાર્ડ અને ડેબિટ કાર્ડ અલગ અલગ જારી કરતી રહી છે. ક્રેડિટ કાર્ડ ગ્રાહકની સહમતી અને અરજી કર્યા બાદ જ આપવામાં આવશે.
તેનાથી ગ્રાહકોને સુવિધા હશે અને તેમણે 2 કાર્ડ રાખવા નહીં પડે. ઇન્ડસઇન્ડ બેંકે એક નિવેદનમાં કહ્યું કે, આ કાર્ડને એનાગ્રામ ટેકનિક દ્વારા બનાવવામાં આવ્યું છે. આ ડ્યૂઓ કાર્ડનું એક જ સ્ટેટમેન્ટ જારી થશે. ઉપરાંત બન્ને કાર્ડના રિવોર્ડ પ્રોગ્રામ પણ એક જ હશે.
- - - - - - - - - Advertisement - - - - - - - - -