અનિલ અંબાણીની પ્રોપર્ટીમાં દરરોજ થયો 14 કરોડનો ઘટાડો, જાણો વિગતે
2017નાં એક અહેવાલ મુજબ 2006માં અંબાણી પરિવારના કારોબાર વિભાજન પછી અનિલ અંબાણીની પ્રોપર્ટીમાં સતત ઘટાડો થયો છે.
Download ABP Live App and Watch All Latest Videos
View In Appફોર્બ્સના લિસ્ટમાં મુકેશ અંબાણીની કુલ સંપત્તિ આશરે 3,51,888 કરોડ રૂપિયા (47.3 બિલિયન ડોલર) જણાવવામાં આવી છે. જ્યારે તેના ભાઈ અનિલ અંબાણીની કુલ સંપત્તિ 3.15 અબજ ડોલરથી ઘટીને આ વર્ષે 2.44 અબજ ડોલર થઈ ગઈ છે.
અનિલ અંબાણી ગત વર્ષે દેશના 45મા સૌથી ધનવાન વ્યક્તિ હતા પરંતુ 2018ના લિસ્ટમાં તેઓ 68મા સ્થાન પર પહોંચી ગયા છે. રિપોર્ટ મુજબ ગત વર્ષે મુકેશ અંબાણીએ દરરોજ 189.7 કરોડ રૂપિયા કમાયા તો તેના નાના ભાઈ અનિલ અંબાણીએ દરરોજ 14 કરોડની ખોટ કરી હતી.
નવી દિલ્હીઃ ફોર્બ્સ મેગેઝિન દ્વારા તાજેતરમાં ભારતના 100 ધનિક લોકોનું લિસ્ટ જાહેર કરવામાં આવ્યું હતું. જેમાં સતત 11મી વખત મુકેશ અંબાણી પહેલા નંબર પર રહ્યા હતા. પરંતુ તેના નાના ભાઈ અનિલ અંબાણીનો ક્રમ આ મામલે ઉપર આવવાના બદલે નીચો જતો રહ્યો છે.
- - - - - - - - - Advertisement - - - - - - - - -