Election Results 2024
(Source: ECI/ABP News/ABP Majha)
1 એપ્રિલથી તમારા ટેક્સ નિયમોમાં થશે મોટા ફેરફાર, જાણો વિગતે
આ વખતે સરકાર પ્રધાનમંત્રી વય વંદના યોજના લાગૂ કરવા જઈ રહી છે. 1 એપ્રિલથી પ્રધાનમંત્રી વય વંદના યોજના મુજબ રોકાણની રકમમાં 7.5 લાખ રૂપિયાથી વધારીને 15 લાખ રૂપિયા કરવામાં આવી છે. આ યોજના મુજબ જમા રાશિ પર 8 ટકા વ્યાજ મળશે. સરકારે આ યોજનાની સમયમર્યાદા વધારીને 2020 સુધી કરી છે.
Download ABP Live App and Watch All Latest Videos
View In Appહવે સીનિયર સિટિઝન્સ જો ચોક્કસ બિમારીઓના ઇલાજ પર એક વર્ષમાં 1 લાખ રૂપિયા સુધીનો ખર્ચ કરે છે તો આ ખર્ચની રકમ પર ઇન્કમ ટેક્સ નહિ લાગે. પહેલા સીનિયર સિટીઝન્સ માટે આ રકમ 60,000 હતી અને 80 વર્ષથી ઉપરના સીનિયર સિટિઝન્સ માટે આ 80,000 સુધીની છૂટ મળતી હતી. હવે 1 એપ્રિલથી તે વધીને 1 લાખ રૂપિયા થઈ જશે.
વરિષ્ઠ નાગરિકોને હવે ટેક્સમાં વધારે છૂટ આપવામાં આવશે. એક વર્ષમાં બેન્કમાં જમા રકમ પર મળતા 50,000 રૂપિયા સુધીના વ્યાજ પર ટેક્સ નહિ આપવો પડે. પહેલા આ ટેક્સ છૂટ 10,000 રૂપિયા સુધીની વ્યાજની આવક પર હતી. સામાન્ય રીતે સીનિયર સિટિઝન્સ પોતાની બચત બેન્કોમાં જમા કરે છે અને પોતાના ખર્ચા માટે વ્યાજની આવક પર મોટો મદાર રાખે છે. આ ફેરફારથી સીનિયર સિટિઝન્સને ઘણો ફાયદો થશે.
1 એપ્રિલ 2018થી સેલરી ક્લાસ માટે 40,000 રૂપિયા સ્ટાન્ડર્ડ ડિડક્શનની જોગવાઇ કરી છે. તે અનુસાર, પગારદાર વર્ગની ટેક્સેબલ ઇન્કમમાં રૂ.40,000 ઓછા થઇ જશે. લગભગ 2.5 કરોડ કર્મચારીઓને સ્ટાન્ડર્ડ ડિડક્શનનો લાભ મળશે.
નવી દિલ્લી: 1 એપ્રિલ 2018થી ઇન્કમ ટેક્સના નિયમોમાં ફેરફાર થશે. તેનાથી તમને નાણાકીય વર્ષ 2018-19 માટે ટેક્સ પ્લાનિંગ કરવામાં સરળતા રહેશે. નવા નિયમોની જાણકારીથી તમને એ ગણતરી કરી શકશો કે તમારી વેરાપાત્ર આવક કેટલી થશે અને તમારે તેના પર કેટલો ટેક્સ ભરવાનો આવશે. જાણો તમારા માટે ક્યાં નિયમોમાં બદલાવ થવાનો છે.
આ વખતે ઈન્કમ ટેક્સમાં સેસમાં વધારો કરવામાં આવ્યો છે. બજેટ 2018માં નાણા પ્રધાને ઇન્કમ ટેક્સ પર લાગતા એજ્યુકેશન એન્ડ હેલ્થ સેસને 3 ટકાથી વધારીને 4 ટકા કર્યો છે. તેનો અર્થ એ કે હવે તમારે કુલ ઇન્કમ ટેક્સ પર 1 ટકા વધુ એટલે કે 4 ટકા સેસ ચુકવવો પડશે.
LTCG ટેક્સ શેરબજાર કે ઇક્વિટી લિન્ક્ડ ફંડોમાં રોકાણ પર 1 વર્ષમાં જો 1 લાખ રૂપિયાથી વધુ કમાણી થશે તો તેના પર 10 ટકા લોંગ ટર્મ કેપિટલ ગેઇન ટેક્સ વસૂલ કરવામાં આવશે. જો તમારા રોકાણ પર રીટર્ન કે પ્રોફિટ એક વર્ષમાં 1 લાખથી ઓછો હશે તો તેના પર લોંગ ટર્મ કેપિટલ ગેઇન ટેક્સ નહિ લાગે.
- - - - - - - - - Advertisement - - - - - - - - -