પીએસયુ પેટ્રોલ પંપ પર આજથી ડિજિટલ ટ્રાન્ઝેક્શન પર વળતર શરૂ, જાણો ક્યાં કેટલો ફાયદો થશે
પેટ્રોલ પંપ પર કાર્ડ પેમેન્ટ કરવાથી દિલ્હીમાં તમને પ્રતિ લિટરે 49 પૈસાનો ફાયદો થશે. જ્યારે મુંબઈમાં 55 પૈસા, કોલકાતામાં 52 પૈસા અને ચેન્નઈમાં 49 પૈસા પ્રતિ લિટર ફાયદો થશે.
Download ABP Live App and Watch All Latest Videos
View In Appતેવી જ રીતે કાર્ડ દ્વારા ડીઝલ લેવા પર દિલ્હીમાં પ્રતિ લિટરે 41 પૈસાનો ફાયદો થશે. જ્યારે મુંબઈમાં 45 પૈસા, કોલકાતામાં 41 પૈસા અને ચેન્નઈમાં પ્રતિ લિટરે 42 પૈસાનો ફાયદો થશે.
નવી દિલ્હીઃ પેટ્રોલ પંપ પર ડિજિટલ ડિસ્કાઉન્ટનો આજથી પ્રારંભ થઈ ગયો છે. બસે હવે તમારે ક્રેડિટ અથવા ડેબિટ કાર્ડ પંપ પર સ્વાઈ કરીને સરકારી છૂટનો લાભ લઈ શકો છો. આજથી કાર્ડ દ્વારા પેટ્રોલ ડીઝલ ખરીદવા પર 0.75 ટકાની છૂટ મળશે.
ધારોક કે તમે દિલ્હીમાં રહો છો અને જોતમે 30 લિટર કારની ટાંકી ફુલ કરાવો છો તો હાલમાં 66.10 રૂપિયા પ્રતિલિટર પ્રમાણે તમે 1983 રૂપિયામાં પેટ્રોલ પૂરાવો છો. પરંતુ હવે કાર્ડ દ્વારા પેમેન્ટ કર્યા બાદ તમને 49 પૈસા પ્રતિ લિટરની છૂટ મળશે. જેના કારણે ટાંકી ફુલ કરાવવા પર તમને 1968નો ખર્ચ થશે જ્યારે 15 રૂપિયાની છૂટ મળશે.
ધારો કે તમે 100 રૂપિયાનું પેટ્રોલ પુરાવો છો તો તમને 75 પૈસાની બચત થશે. તેવી જ રીતે 200 રૂપિયાનું પેટ્રોલ પુરાવા પર 1.5 રૂપિયાની બચત થશે. જ્યારે 300 રૂપિયાનું પેટ્રોલ પુરાવા પર તમને 2.25 રૂપિયાની બચત થશે.
પેટ્રોલ ડીઝલ પર મળનારું વળતર ગ્રાહકના ખાતામાં કેશ બેક દ્વારા ત્રણ દિવસની અંદર ટ્રાન્સફર કરી દેવામાં આવશે. કાર્ડ પેમેન્ટ પર આ છૂટ હાલમાં સરકારી ઓઈલ કંપનીઓ ઇન્ડિયન ઓઈલ, એચપી અને બીપીસીએલના પેટ્રોલ પંપ પર જ મળી રહી છે.
- - - - - - - - - Advertisement - - - - - - - - -