કામદારોને લઘુતમ પગાર ચૂકવાય એટલે કેન્દ્ર લેશે આ મોટો નિર્ણય, શોષણ કરનારાંની લાગશે વાટ
રેલ્વે, એર ટ્રાન્સપોર્ટ અને ખાણ સહિતના ક્ષેત્રોમાં ઘણુ કામ કોન્ટ્રાકટરના માધ્યમથી થાય છે. કોન્ટ્રાકટર શ્રમિકોની સાથે છેતરપીંડી કરી ન શકે અને તેમને તેમની મજુરી મળે આ માટે સરકાર ઇલેકટ્રોનીક ચુકવણા તરફ જવા માંગે છે. સરકારે આ માટે ફેકટરી એકટ અને ચુકવણા એકટ ૧૯૩૬ની કલમ (૬)માં ફેરફાર કરવો પડશે જે થકી કામદારના ખાતામાં કે ચેક દ્વારા ચુકવણુ સંભવ બનશે. આનાથી પારદર્શિતા વધશે એટલુ જ નહી ન્યુનતમ મજુરીનું ચુકવણુ નથી થતુ તેવી ફરિયાદો પણ દુર થશે.
Download ABP Live App and Watch All Latest Videos
View In Appમોદી સરકાર કેશલેસ અર્થતંત્રને પ્રોત્સાહન આપવા માંગે છે અને આ પગલાથી ભ્રષ્ટાચાર ઘટશે તેવી આશંકા છે. એવા કામદારો કે જેમની માસિક આવક 18,000થી વધુ નથી તેઓને આ નિયમ હેઠળ ઇલેકટ્રોનીક પેમેન્ટના હક્કદાર રહેશે. સરકાર કારખાનાઓમાં કામ કરતા શ્રમિકો માટે સીધેસીધા ખાતામાં કે ચેકથી બેંકમાં વેતન ચુકવણાને ફરજીયાત કરવા અંગે વિચાર કરી રહી છે. સુત્રોના કહેવા મુજબ શ્રમિકને કેશમાં વેતન મળવાથી ઘણો ભ્રષ્ટાચાર થાય છે. જો કે સમયની સાથે ઘણા ફેરફારો થયા છે અને હવે મોટાભાગના કામદારો પાસે બેંક ખાતા પણ છે.
કેન્દ્રીય શ્રમ મંત્રી બંદારૂ દતાત્રેયએ આ વાતની પુષ્ટી કરતા કહ્યુ હતુ કે, સરકાર ટુંક સમયમાં શ્રમ કાયદાઓમાં ફેરફારો કરશે કે જેથી કર્મચારીઓને તેમના પગારનું ચુકવણુ ચેકના માધ્યમથી કે બેંક ખાતામાં કરવામાં આવે. તેમણે કહ્યુ હતુ કે, ટ્રેડ યુનિયનોની પણ માંગણી છે કે કર્મચારીઓનુ વેતન તેમના બેંક ખાતામાં ઇલેકટ્રોનીક માધ્યમથી પહોંચવુ જોઇએ અને આ માટે શ્રમ ચુકવણા કાયદામાં ફેરફારો કરવામાં આવશે.
નવી દિલ્હી: કેશલેસ સોસાયટી બનાવવા માટે સરકાર હવે દેશના ઔદ્યોગિક કામદારોના ખાતામાં પગાર સીદો જમા કરવાની યોજના અમલી બનાવવા જઈ રહી છે. નોટબંધી બાદ રોકડની અછત અને ભ્રષ્ટાચાર સંબંધીત મામલાઓને જોતા સરકાર પારદર્શક રીત અપનાવવા માગેછે. સરકારી સુત્રોના જણાવ્યા પ્રમાણે આ પગલા અંગે એક કેબીનેટ નોટ સર્કયુલેટ કરવામાં આવી છે. જેમાં જણાવાયુ છે કે, આનાથી એ બાબત પણ ચકાસી શકાશે કે, કામદારોને લઘુતમ વેતન મળી રહ્યુ છે.
- - - - - - - - - Advertisement - - - - - - - - -