✕
  • હોમ
  • INDIA AT 2047
  • VIBRANT GUJARAT SUMMIT
  • VIDEO
  • દેશ
  • સમાચાર
  • IDEAS OF INDIA
  • વીડિયો
  • ગુજરાત
  • અમદાવાદ
  • સુરત
  • સ્પોર્ટ્સ
  • મનોરંજન
  • ધર્મ-જ્યોતિષ
  • વડોદરા
  • રાજકોટ
  • બિઝનેસ
  • જ્યોતિષ
  • ટેકનોલોજી
  • ઓટો
  • ઉપયોગિતા
  • ક્રાઇમ
  • ચૂંટણી
  • અમારો સંપર્ક કરો

હવે સાંજે 6થી રાત્રે 9 દરમિયાન પેટ્રોલ ડીઝલ ભરાવશો તો થશે આર્થિક ફાયદો, જાણો વિગત

એબીપી અસ્મિતા વેબ ટીમ   |  03 May 2018 02:24 PM (IST)
1

પરંતુ, હવે ચિંતા કરવાની જરૂર નથી. તમને પેટ્રોલ પર કેશબેકની ઓફર મળી રહી છે. તેના માટે તમારે બસ એક ખાસ રીતનો ઉપયોગ કરવો પડશે. પેટ્રોલનું ઓનલાઇન પેમેંટ કરતાં સમયે તમને આ છૂટનો લાભ મળશે. પરંતુ આ પેમેંટ તમારેમોબિક્વિક વોલેટથી કરશો તો જ કેશબેકનો લાભ મળશે. જી હાં કંપનીએ પેટ્રોલ માટે ખાસ ઓફર રજૂ કરી છે.

2

0.75 ટકાની છૂટની રકમ તમારા વોલેટમાં 7 વર્કિંગ દિવસમાં ક્રેડિટ કરી દેવામાં આવશે. તો બીજી તરફ કેશબેક માટે તમારે ફક્ત 24 કલાકની રાહ જોવી પડશે. જે સીધા મોબિક્વિક વોલેટમાં ક્રેડિટ થઇ જશે. કંપનીએ તેના માટે પેટ્રોલ પંપ આઉટલેટની યાદી પણ એપ અને વેબસાઇટ પર જાહેર કરી દીધી છે.

3

જોકે કંપનીએ તેના માટે વધુમાં વધુ 50 રૂપિયાના કેશબેકની મર્યાદા રાખી છે. કેશબેક મળતાં તમે બીજીવખત પેટ્રોલ પુરાવતી વખતે તેનો ઉપયોગ કરી શકો છો. તેના માટે તમારે ઓછામાં ઓછું 200 રૂપિયાનું પેટ્રોલ પુરાવવું પડશે. પેટ્રોલ પુરાવતાં તમને વોલેટમાં કેશબેક તો મળશે જ સાથે જ 0.75 ટકા ઓનલાઇન પેમેંટની છૂટનો ફાયદો પણ મળશે.

4

જોકે આ ઓફરનો લાભ તમે અઠવાડિયામાં બે વખત જ લઈ શકો છો. આ ઓફરનો લાભ લેવા માટે તમારે કોઇ કૂપન કોડની જરૂર નહી પડે. પરંતુ પેટ્રોલ પંપ પર પેમેંટ કરતી વખત ક્યૂઆઅ કોડ સ્કેન કરવો પડશે. ત્યારબાદ તમારે જેટલા રૂપિયાનું પેટ્રોલ પુરાવવાનું છે એટલી રકમ એન્ટર કરવી પડશે.

5

આ ઓફરમાં તમારે સાંજે 6 થી રાત્રે 9 વાગ્યા દરમિયાન પેટ્રોલ ભરાવતાં તમને સુપરકેશ ઓફર મળશે. તેમાં 10% કેશબેકની ઓફર છે. મોબિક્વિકે આ ઓફર 28 માર્ચ 2018ના રોજ જારી કરી છે અને આ ઓફરની 1 જૂન 2018 સુધી વેલિડ છે. ઓફરનો લાભ લેવા માટે તમારે ઓછામાં ઓછું 50 રૂપિયાનું પેટ્રોલ ભરાવવું પડશે.

6

નવી દિલ્હઃ પેટ્રોલ ડીઝલની કિંમતને લઈને હંમેશા લોકોના મનમાં એવો સવાલ આવતો હોય કે ક્યારે સસ્તાં થશે. પરંતુ પેટ્રોલ ડીઝલ સસ્તાં થવાને બદલે કિંમત દિવસેને દિવસે વધતી જ જઈ રહી છે. આંતરરાષ્ટ્રીય બજારમાં ક્રૂડ ઓીલની કિંમત વધવાથી ઘરઆંગણે પેટ્રોલ-ડીઝલમાં ભડકો થયો છે.

  • હોમ
  • બિઝનેસ
  • હવે સાંજે 6થી રાત્રે 9 દરમિયાન પેટ્રોલ ડીઝલ ભરાવશો તો થશે આર્થિક ફાયદો, જાણો વિગત
About us | Advertisement| Privacy policy
© Copyright@2025.ABP Network Private Limited. All rights reserved.