10 કરોડ લોકોને સસ્તા સ્માર્ટફોન આપવાની તૈયારીમાં છે જિયો, આ કંપની સાથે થઈ રહી છે વાતચીત, જાણો વિગત
કંપનીનું પ્લાનિંગ સસ્તા સ્માર્ટફોન સાથે આ માર્કેટ પર કબજો કરવાનું છે. 10 કરોડ સ્માર્ટફોન માટે રિલાયન્સ ફ્લેક્સ સાથે વાત કરી રહી છે પરંતુ કંપનીની નજર દેશના 50 કરોડ ફીચર ફોન ગ્રાહકો પર છે. જેને કંપની સ્માર્ટફોન પર લાવવા માંગે છે. જોકે, જિયો તરફથી આ મામલે કોઈ સત્તાવાર નિવેદન આપવામાં આવ્યું નથી.
Download ABP Live App and Watch All Latest Videos
View In Appઈકોનોમિક્સ ટાઇમ્સના અહેવાલ મુજબ જિયો 10 કરોડ સ્માર્ટફોન માટે ફ્લેક્સ સાથે વાત કરી રહી છે. આ કંપની ઓર્ડર મળ્યા બાદ જ સ્માર્ટફોન બનાવે છે. રિપોર્ટમાં એમ પણ જણાવાયું છે કે કંપની હવે ખુદ સ્માર્ટફોન વેચવાની તૈયારી કરી રહ્યું છે.
મીડિયા રિપોર્ટ્સ પ્રમાણે રિલાયન્સ ટૂંક સમયમાં સ્માર્ટફોન લોન્ચ કરવાની છે. ફોનની કિંમત 2000 રૂપિયાથી ઓછી હોઈ શકે છે. તેની સાથે કંપની અનેક ફ્રી ઓફર્સ પણ આપી શકે છે. સસ્તા સ્માર્ટફોન માટે જિયો અમેરિકન સ્માર્ટફોન નિર્માતા કંપની Flex સાથે વાતચીત કરી રહી છે.
મુંબઈઃ જિયોના લોન્ચિંગ સાથે જ ભારતીય ટેલિકોમ માર્કેટમાં તહેલકો મચાવ્યા બાદ રિલાયન્સ ઈન્ડસ્ટ્રીઝના ચેરમેન મુકેશ અંબાણી વધુ એક વખત ધમાલ મચાવનારા છે. મુકેશ અંબાણીના નિશાન પર હવે ભારતનું સ્માર્ટફોન માર્કેટ છે. રિલાયન્સ જિયોએ ગત વર્ષે વિશ્વનો પ્રથમ 4જી ફિચર ફોન લોન્ચ કર્યો હતો.
- - - - - - - - - Advertisement - - - - - - - - -