આ કંપની પ્રવાસીઓને માત્ર 312 રૂપિયામાં કરાવશે હવાઈ યાત્રા, જાણો વિગત
આ ખાસ ઓફર અંતર્ગત ટિકીટના ભાડામાં ટેક્સ શામેલ કરાયો નથી. કંપનીએ કહ્યું છે કે આ ખાસ ભાડું નવી દિલ્હી, કોચ્ચિ, બેંગલુરુ, હૈદરાબાદ, ચેન્નઈ, અમદાવાદ અને લખનઉ માર્ગ પર ઉપલબ્ધ છે.
Download ABP Live App and Watch All Latest Videos
View In Appતેનાથી 1લી ડિસેમ્બરથી આવતા વર્ષે 28 ઓક્ટોબર વચ્ચે યાત્રા કરી શકાશે. ટિકીટ બુકિંગ વહેલા તે પહેલાના ઘોરણે આપવામાં આવશે. વાડિયા ગ્રુપ દ્વારા સંચાલિત એરલાઈન કંપનીએ આ ખાસ ઓફરમાંથી પોતાના મુખ્યાલયય મુંબઈને બાકાત રાખ્યું છે.
મુંબઈઃ ઘરેલુ વિમાની કંપની ગો એરે હવાઈ યાત્રીઓને સસ્તી હવાઈ સફરની ભેટ આપી છે. કંપનીએ દિલ્હી, કોચ્ચિ અને બેંગલુરુ સહિત સાત શહેર માટે શરૂ કરેલ ઓફરમાં એક બાજુંની યાત્રાની શરૂઆતની કિંમત 312 રૂપિયા રાખી છે. કંપનીએ પોતાના નિવેદનમાં કહ્યું છે કે, આ ઓફર અંતર્ગત ટિકિટ બુકિંગ 24 નવેમ્બરથી 29 નવેમ્બરની વચ્ચે કરાવી શકાશે.
- - - - - - - - - Advertisement - - - - - - - - -