Election Results 2024
(Source: ECI/ABP News/ABP Majha)
2019માં લોન્ચ થશે ન્યુ જનરેશન Maruti Alto! જાણો શું હશે ખાસિયતો
મારુતિ અલ્ટો 2019 ઉપરાંત 2020 સુધીમાં અન્ય ઘણી નવી કાર્સ ભારતમાં ઉતારશે. આ એન્ટ્રી લેવલ સેગમેન્ટની સૌથી સારી એવરેજ આપનારી કારોમાંથી એક હોઈ શકે છે. ARAIના ફ્યૂઅલ એફિશિયન્સી આંકડા મુજબ આ કાર 26 કિમી પ્રતિ કિલોમીટરની એવરેજ આપી શકે છે. તેમાં ઓટોમેટિક ટ્રન્સમિશનનું ઓપ્શન પણ આપવામાં આવી શકે છે.
Download ABP Live App and Watch All Latest Videos
View In Appનેક્સ્ટ જનરેશન અલ્ટોમાં Kei કારના કેટલાક રેટ્રો એલિમેન્ટ્સ પણ જોવા મલશે. તેમાં થ્રી સ્પોક સ્ટીયરિંગ વ્હીલ આપવામાં આવી શકે છે. સુરક્ષા માટે આ એબીએસ અને ડ્યૂઅલ એરબેગ્સ સાથે સક્ષમ હશે.
આ નવી મારુતિ સુઝુકી અલ્ટોમાં 660 સીસીનું એન્જિન હશે. આ કારને આગામી વર્ષે ફેસ્ટિવ સિઝન આસપાસ લોન્ચ કરી શકાય છે. નવી અલ્ટોના બેસ મોડલની કિંમત ત્રણ લાખ રૂપિયા અને ટોપ મોડલની કિંમત 4.5 લાખ રૂપિયા આસપાસ હોઈ શકે છે. આ ઓન રોડ કિંમત હશે. અલ્ટોની સ્પર્ધા રેનો ક્વિડ અને દેડસન રેડિ-ગો સાથે હશે.
નવી દિલ્હીઃ દેશની સૌથી મોટી કાર નિર્માતા કંપની મારુતિ સુઝુકી વેચાણના મામલે સૌથી અવ્વલ રહેનારી પોતાની હેચબેક કાર અલ્ટોને નવા મોડલ સાથે ટૂંકમાં જ રિપ્લેસ કરી શકે છે. મીડિયા અહેવાલ અનુસાર નવું મોડલ 2019માં લોન્ચ થઈ શકે છે. ન્યુ જનરેશન મારુતિ અલ્ટો હાલના મોડલ કરતાં ઘણી અલગ હશે. જોકે આ મામલે અત્યાર સુધી કંપની તરફથી કોઈ જાણકારી આપવામાં આવી નથી. પરંતુ દાવો કરવામાં આવે છે કે મારુતિ 2019માં અલ્ટોનું નવું વર્ઝન લોન્ચ કરી શકે છે.
- - - - - - - - - Advertisement - - - - - - - - -