✕
  • હોમ
  • INDIA AT 2047
  • VIBRANT GUJARAT SUMMIT
  • VIDEO
  • દેશ
  • સમાચાર
  • IDEAS OF INDIA
  • વીડિયો
  • ગુજરાત
  • અમદાવાદ
  • સુરત
  • સ્પોર્ટ્સ
  • મનોરંજન
  • ધર્મ-જ્યોતિષ
  • વડોદરા
  • રાજકોટ
  • બિઝનેસ
  • જ્યોતિષ
  • ટેકનોલોજી
  • ઓટો
  • ઉપયોગિતા
  • ક્રાઇમ
  • ચૂંટણી
  • અમારો સંપર્ક કરો

સોનામાં ફરી તેજીનો ચમકારો, ભાવ 29,000ને પાર, જાણો હજુ કેટલો થઈ શકે છે ભાવ

એબીપી અસ્મિતા વેબ ટીમ   |  06 Feb 2017 12:39 PM (IST)
1

રાજકોટ ખાતે એક ટકાની તેજી સાથે ૨૯,૧૦૦ના સ્તરની પાર કારોબાર થતો હતો. જાણકારોના માનવા મુજબ ડોલરમાં નરમાશ અને બજેટમાં ઈમ્પોર્ટ ડ્યૂટી પર કાપ નહિ મુકાતા સોનાની કિંમતોની કિંમતોને સપોર્ટ મળતો જોવા મળી રહ્યો છે. સોનું પણ ચાંદીને ફોલો કરતું જોવા મળી રહ્યું છે. ગ્લોબલ અને સ્થાનિક માર્કેટમાં ચાંદીમાં એક ટકાની આસપાસની તેજી સાથે કારોબાર થતો જોવા મળી રહ્યો છે.

2

વૈશ્વિક સ્તરે ન્યૂયોર્કમાં સોનામાં તેજી જોવા મળી છે. સપ્તાહના અંતે સોનું 1219.50 ડોલર પ્રતિ ઔંસ અને ચાંદી 17.49 ડોલર પ્રતિ ઔંસ પર બંધ રહી છે. દિલ્હીમાં 99.9 અને 99.5 શુદ્ધ સોનાની કિંમત સપ્તાહની શરૂઆતમાં ક્રમશઃ 29750 રૂપિયા અને 29600 રૂપિયા પ્રતિ 10 ગ્રામના ઉછાળા સાથે શરૂઆત થઈ હતી જે સપ્તાહના અંતે 170 રૂપિયા વધીને ક્રમશઃ 29550 રૂપિયા અને 29400 રૂપિયા પ્રતિ 10 ગ્રામ પર બંધ રહ્યા હતા.

3

વેપારીઓનું કહેવું છે કે, અમેરિકામાં પગાર વધારના દર ઓછા હોવા અને વધતી મોંઘવારીને કારણે ચિંતામાં ઘટાડો થયો છે. ફેડરલ રિઝર્વ આક્રમક રીતે વ્યાજ દરમાં વધારો કરવા તરફ આગળ વધશે. વૈશ્વિક બજારમાં મળતા મજબૂતીના સંકેતોને કારણે અહીં પણ આગળ સોનામાં તેજીના સંકેત દેખાઈ રહ્યા છે. ઉપરાંત લગ્નસરાની સીઝનને કારણે પણ સોનાની કિંમતમાં તેજી જોવા મળી રહી છે.

4

રાજકોટઃ વૈશ્વિક બજારમાં સોનામાં જોવા મળતી મજબૂતી અને ઘરઆંગણે લગ્નસરાની માગ નીકળવાને કારણે સોનામાં તેજીની ચાલ જોવા મળી રહી છે. બજેટ પૂર્વે સાવચેતીના સૂરમાં સોના ચાંદીના વેપારો થયા બાદ સોના ચાંદીના ફરી સુધારાની આગેકૂચ જોવા મળી છે અમેરિકામાં વ્યાજ દરમાં વધારો નહિ થતા અને ડોલરમાં નરમાશને પગલે સોનાની કિંમતોને સપોર્ટ મળી રહયો છે.

5

દિલ્હીમાં વિતેલા સપ્તાહે સોનું 170 રૂપિયાની તેજી સાથે 29550 રૂપિયા પ્રતિ 10 ગ્રામ પર પહોંચી ગયું હતું. જ્યારે ઔદ્યોગિક એકમે અને સિક્કા બનાવતા એકમોની માગ નીકળવાને કારણે ચાંદીની કિંમત પણ 42,000 રૂપિયાપ્રતિ કિલોને પાર કરી ગઈ છે.

  • હોમ
  • બિઝનેસ
  • સોનામાં ફરી તેજીનો ચમકારો, ભાવ 29,000ને પાર, જાણો હજુ કેટલો થઈ શકે છે ભાવ
About us | Advertisement| Privacy policy
© Copyright@2026.ABP Network Private Limited. All rights reserved.