ક્રેડિટ કાર્ડથી પેમેન્ટ પર બેંક ટ્રાન્ઝેક્શન ચાર્જ થઈ શકે છે ખત્મ, RBIએ કર્યો મહત્ત્વનો નિર્ણય
નવી દિલ્હીઃ દેશમાં કેશલેસ ટ્રાન્ઝેક્શનને પ્રોત્સાહન આપવાના ઉદ્દેશથી આરબીઆઈએ બેંકોને છૂટ આપી છે કે તે ટ્રાન્ઝેક્શન માટે સર્વિસ ચાર્જિસ ખુદ નક્કી કરી શકે છે. રાજ્ય નાણાં પ્રધાન સંતોષ કુમાર ગંગવારે શુક્રવારે આ જાણકારી લોકસભામાં આપી. રિઝર્વ બેન્કે ક્રેડિટ કાર્ડ્સના લેણાં પર વ્યાજના દરો નિયમનમુક્ત કર્યા છે. બેન્કોએ તેમના સંબંધિત બોર્ડના ડિરેક્ટરોની મંજૂરી સાથે વ્યાજ દરો નક્કી કરવાનું હોય છે.
Download ABP Live App and Watch All Latest Videos
View In Appનેશનલ બેન્ક ફોર એગ્રીકલ્ચર એન્ડ રૂરલ ડેવલપમેન્ટે વેપારીઓને આધાર ઇનાબલ્ડ પેમેન્ટ સિસ્ટમ થકી થતી ચુકવણીઓ પર ૦.૫ ટકા ઇન્સેન્ટિવ આપવા માટેની યોજનાને બહાલી આપી છે. પીઓએસ ઉપકરણો પર ડેબિટ કાર્ડ્સના ટ્રાન્ઝેક્શન્સના સંદર્ભમાં પહેલી જાન્યુઆરી અને ૩૧ માર્ચ, ૨૦૧૭ વચ્ચે મર્ચન્ટ ડિસ્કાઉન્ટ રેટ રૂપિયા ૧૦૦૦ના મૂલ્ય સુધીના ટ્રાન્ઝેક્શન પર ૦.૨૫ ટકાની મર્યાદા છે.
જોકે, તેમને રિઝર્વ બેન્ક દ્વારા સમયાંતરે એડવાન્સીઝ પર વ્યાજ દર અંગેની નિયમનકારી માર્ગરેખાઓને અનુસરવાનું હોય છે. રિઝર્વ બેન્ક વસૂલવામાં આવતા ચાર્જિસના દર અંગે માહિતી રાખતી નથી.
એ પછી રૂપિયા ૧૦૦૦ અને રૂપિયા ૨૦૦૦ વચ્ચેના ડેબિટ કાર્ડના ટ્રાન્ઝેક્શનના મૂલ્ય માટે એમડીઆર મર્યાદા ૦.૫ ટકા નક્કી કરાઇ છે. રિઝર્વ બેન્કે નક્કી કર્યું છે કે ત્રીજી માર્ચ, ૨૦૧૭ સુધી બેન્કો અને પ્રિપેઇડ પેમેન્ટ જારી કરનાર ઇમેડિએટ પેમેન્ટ સર્વિસ, અન્સ્ટ્રકચર્ડ સપ્લીમેન્ટરી સર્વિસ ડેટા અને યુનિફાઇડ પેમેન્ટ્સ ઇન્ટરફેસ (યુપીઆઇ) પર સેટલ થયેલા રૂપિયા ૧૦૦૦ સુધીના ટ્રાન્ઝેક્શન માટે ગ્રાહકો પર કોઇ ચાર્જ વસૂલ નહિ કરે.
વધુમાં સરકારે રૂપિયા ૧,૦૦૦થી વધુના ટ્રાન્ઝેક્શન્સ માટે નેશનલ ઇલેક્ટ્રોનિક ફંડ્ઝ ટ્રાંસફર (એનઇએફટી) માટે લેવાયેલા ચાર્જિસ ઉપરાંત આઇએમપીએસ અને યુપીઆઇ પર થયેલા ટ્રાન્ઝેક્શન માટેની ફી નહિ લેવાની એક સૂચના તમામ રાષ્ટ્રીયકૃત બેન્કોને જાહેર હિતમાં જારી કરી છે.
ખાનગી બેન્કોમાં બીજી સૌથી મોટી બેન્ક એચડીએફસી કેશલેસ ટ્રાન્ઝેક્શનને પ્રોત્સાહન આપવા માટે હવે કેશ ટ્રાન્ઝેક્શન પર વધુ ફી વસૂલ કરશે. બેન્કે પોતાની શાખાઓમાં કેશ ટ્રાન્ઝેક્શનની સંખ્યા પણ ઓછી કરી દીધી છે. હવે પાંચના સ્થાને ચાર વખત જ નિ:શુલ્ક પૈસા કાઢી શકાશે. બેન્કે રોજિંદી લેવડદેવડમાં નોન ટ્રાન્ઝેક્શન પરનો ચાર્જ પણ વધાર્યો છે. થર્ડ પાર્ટી ટ્રાન્ઝેક્શનમાં પ્રતિ દિવસ ૨૫૦૦૦ રૂપિયાની સીમા નિશ્ચિત કરી છે.
- - - - - - - - - Advertisement - - - - - - - - -