કારના નંબર માટે 66 કરોડ ખર્ચનારા સાહની કોણ છે, કેવું છે તેમનું જબરદસ્ત સામ્રાજ્ય
દુબઈમાં તેમની કંપનીએ 123 મિલિયન ડોલરના ખર્ચે પ્રથમ રેસિડેન્શિયલ પ્રોજેક્ટ દ્વારા એન્ટ્રી કરી હતી. Qasr Sabah નામનો આ પ્રોજેક્ટ ઇન્ટરનેશનલ મીડિયા અને પ્રોડક્શન ઝોનમાં આવેલ છે. આ પ્રોજેક્ટ સપ્ટેમ્બર 2015માં પૂરો થયો છે.
સાહનીએ વિતેલા વર્ષે 45 કરોડ રૂપિયા (2.5 કરોડ દિરહામ)માં પોતાના કાર માટે 09 નંબર પ્લેટ બુક કરાવી હતી. દુબઈમાં અબૂ સબા નામથી જાણીતા બલવિન્દર એક પ્રોપર્ટી મેનેજમેન્ટ કંપની આરએસજી ઇન્ટરનેશનલના માલિક છે. તેમની કંપની યૂએીસ, કુવૈત, ભારત અને અમેરિકામાં કામ કરે છે. તેમની પાસે છ રોલ્સ રોયસ સહિત ડઝનો જેટલી લક્ઝરી કાર છે.
સાહની યુએઈમાં રીયલ એસ્ટેટનો બિઝનેસ કરી રહ્યાં છે. તે આરએસજી ઈન્ટરનેશનલ ગ્રુપ ઓફ કમ્પનીઝના ચેરમેન છે. છેલ્લા 10 વર્ષમાં સાહની યુએઈ રેસિડેન્ટ છે. તેમની પાસે 6 રોલ્સ રોયસ કાર છે. આરએસજી ઈન્ટરનેશનલ નામની એક પ્રોપર્ટી મેનેજમેન્ટ એટલે કે રીયલ એસ્ટેટ કંપની છે.
દુબઈઃ દુબઈમાં ભારતીય મૂળના કારોબારી બલવિંદર સાહનીએ પોતાની રોલ્સ રોયસ કાર માટે 60 કરોડ રૂપિયામાં ખાસ નંબરલીધો છે. આ નંબર પ્લેટ માટે ચૂકવવામાં આવેલ એટલી રકમ છે જેટલામાં 15 જેટલી રોલ્સ રોયસ કાર ખરીદી શકાય છે.
બલવિન્દર સાહનીનો પરિવાર આ પહેલા કુવૈતમાં પારંપરિક ઓટોમેટિવ સ્પેર પાર્ટ્સના બિઝનેસ ધરાવતો હતો. જે બાદમાં વિસ્તરણ થતા જુદા જુદા ક્ષેત્રમાં બલવન્દર સાહનીએ તેનું વિસ્તરણ કર્યું. આજે તેમની કંપની રિઅલ એસ્ટેટ, ઇન્ડસ્ટ્રીયલ ઈક્વિપમેન્ટ, ઇન્વેસ્ટમેન્ટ અને પ્રોપર્ટી ડેવલપમેન્ટમાં બિઝનેસમાં કાર્યરત છે.