પોસ્ટ વિભાગની હેલ્પલાઈન 1924 શરૂ, 24 કલાકમાં ફરિયાદનો નિકાલ
હેલ્પલાઈન નંબર પર વિવિધ સુવિધાનો લાભ લઈ શકાશે જેમ કે, સ્પીડ પોસ્ટ, રજિસ્ટર્ડ પોસ્ટ સહિત ટપાલની માહિતી તેમજ તેની ફરિયાદ. પોસ્ટ વિભાગના કર્મચારીઓની ફરિયાદ. સેવિંગ્સ બેંકને લગતી ફરિયાદ કે માહિતી. પોસ્ટલ લાઈફ ઇન્સ્યોરન્સ અંગે ફરિયાદ કે માહિતી. પોસ્ટ વિભાગ દ્વારા ઓવર ચાર્જિંગ કરાતું હોય તે તેની ફરિયાદ. સવારના 8થી સાંજના 8 વાગ્યા સુધી હેલ્પલાઈન ચાલુ રહેશે.
ડિજિટલ ઇન્ડિયાના ભાગરૂપે પોસ્ટ વિભાગનું આધુનિકીકરણ કરવામાં આવી રહ્યું છે. જેમાં મોબાઈલ એપની મદદથી ટપાલ ક્યાં પહોંચી તેની મેળવવાની સાથે પોસ્ટ બેંક સહિત અન્ય સુવિધાઓ શરૂ કરવામાં આવી રહી છે. જેમાં પોસ્ટ વિભાગને લગતી કોઈ પણ માહિતી ગ્રાહક સરળતાથી અને એક ફોન પર મેળવી શકે તેમજ તેમને થતી આ સુવિધાઓ દૂર કરી સારામાં સારી સેવા પૂરી પાડી શકાય તે માટે ઇન્ડિયા પોસ્ટ હેલ્પ સેન્ટરની શરૂઆત કરાઈ છે. જ્યાં કોઈ પણ ગ્રાહક લેન્ડલાઈન ફોન કે કોઈ પણ મોબાઈલથી ફોન કરી પોસ્ટને લગતી માહિતી મેળવી શકે છે કે ફરિયાદ કરી શકે છે. સેન્ટર રવિવાર કે રજાના દિવસ સિવાય સવારે 8થી સાંજે 8 વાગ્યા સુધી ચાલુ રહેશે.
અમદાવાદઃ પોસ્ટને લગતી માહિતીની જાણકારી લેવા તેમજ ફરિયાદનો ઝડપી નિકાલ થાય તે માટે પોસ્ટ વિભાગે પોસ્ટ હેલ્પ લાઈન સેન્ટરની શરૂઆત કરી છે. પોસ્ટ વિભાગનો ટોલ ફ્રી હેલ્પ લાઈન નં. 1924 પર કોઈ પણ ગ્રાહક ફરિયાદ કરી શકે છે. જેનો 24 કલાકમાં નિકાલ કરાશે અને તેની ગ્રાહકને જાણ પણ કરવામાં આવશે.