7 દિવસમાં 1200 રૂપિયા સસ્તું થયું સોનું, ચાંદીમાં 3570નો કડાકો
વૈશ્વિક સ્તરે સિંગાપુરમાં સોનાના ભાવ 0.06 ટકા ઘટીને 1254.40 ડોલર પ્રતિ ઔંસ રહ્યા છે. આમ જોવા જઈએ તો આ ભાવ જૂન બાદની સૌથી નીચલી સપાટી છે. ચાંદીની કિંમતમાં 0.09 ટકાનો ઘટાડા સાથે 17.27 ડોલર પ્રતિ ઔંસ આવી ગઈ છે.
Download ABP Live App and Watch All Latest Videos
View In Appભારતમાં વાત કરીએ તો વિતેલા સાત દિવસમાં સોનાની કિંમતમાં 1205 રૂપિયાનો ઘટાડો નોંધાયો છે. 30 સપ્ટેમ્બરે ભારતમાં સોનાની કિંમત 31525 રૂપિયા હતી. જે દિલ્હીમાં ગઈકાલે 30320 રૂપિયા પ્રતિ 10 ગ્રાસ બોલાઈ હતી. ચાંદીમાં પણ છેલ્લા સાત દિવસમાં 3570 રૂપિયાનો કડાકો બોલી ગયો છે. વિતેલા શુક્રવારે ચાંદીની કિંમત 45500 રૂપિયા પ્રતિ કિલો હતી જે ઘટીને 41930 પર આવી ગઈ છે.
દિલ્હીમાં 99.9 અને 99.5 શુદ્ધતા સોનામાં 170 રૂપિયાનો ઘટાડો નોંધાયો છે. ઘટાડાની સાથે સોનાની કિંમત ક્રમશઃ 30320 રૂપિયા અને 30170 રૂપિયા પ્રતિ દસ ગ્રામ પર આવી ગઈ છે. જ્યારે ગિન્નીમાં કોઈ ફેરફાર જોવા મળ્યો ન હતો અને તે 24400 રૂપિયા પ્રતિ આઠ ગ્રામ પર રહી છે. ચાંદીમાં સાપ્તાહિક ડિલીવરીના ભાવ 970 રૂપિયા તૂટીને 51575 રૂપિયા પ્રતિ કિલોએ આવી ગયા છે. ચાંદી સિક્કના ભાવ 2000 રૂપિયાના ઘટાડા સાથે 71000:72000 રૂપિયા પ્રતિ સેંકડા બંધ થયા.
નવી દિલ્હીઃ વૈશ્વિક બજારમાં પ્રતિકૂળ અહેવાલ અને જ્વેલર્સની માગ નબળી પડવાને કારણે સોનાની કિંમતમાં સતત ત્રીજા દિવસે ઘટાડો જોવા મળી રહ્યો છે. દિલ્હીમાં શુક્રવારે સોનું 170 રૂપિયા તૂટી 30320 રૂપિયા પ્રતિ દસ ગ્રામની સપાટી પર પહોંચી ગયું છે. બીજી બાજુ ઇન્ડ્સ્ટરીયલ અને સિક્કા બનાવનારાઓની માગ નબળી પડવાને કારણે ચાંદી 920 રૂપિયા ઘટાડા સાથે 41920 રૂપિયા પ્રતિ કીલોએ બંધ રહી છે. વિતેલા 7 દિવસની વાત કરીએ તો સોનાની કિંમતમાં 1205 રૂપિયાનો ઘટાડો જોવા મળ્યો છે. જ્યારે ચાંદી 3570 રૂપિયા સસ્તી થઈ છે.
- - - - - - - - - Advertisement - - - - - - - - -