ઉત્તર કોરિયાની મિસાઈલની અસર, સોનું નોટબંધીની પછીની સૌથી ઊંચી સપાટીએ
વૈશ્વિક સોનાની સાથે સાથે ડોલર સામે રૂપિયો નરમ થતાં તેની પણ સીધી અસર જોવા મળી હતી. અમદાવાદમાં સોનું રૂપિયા 550 ઊછળીને રૂપિયા 30,700ની સપાટીએ બંધ રહ્યું હતું. નોટબંધી પછી સોનું ઊછળીને રૂપિયા 31,000 થયા બાદ નવેમ્બર મધ્યથી ફરી ઘટ્યું હતું. સોનાની પાછળ ચાંદી પણ રૂપિયા 800 વધીને રૂપિયા 40,700ના સ્તરે બંધ રહી હતી. છેલ્લા એક સપ્તાહમાં સ્થાનિકમાં સોનું રૂપિયા 800 વધ્યું છે. મુંબઇમાં સોનું ફરી રૂપિયા 40,000ની સપાટીને ઓળંગી ગયું હતું અને કિલોએ રૂપિયા 805 વધીને રૂપિયા 40,030 રહ્યું હતું. જ્યારે સોનું 99.9 ટચનું રૂપિયા 520 વધીને રૂપિયા 29,395ની સપાટીએ બંધ હતું.
Download ABP Live App and Watch All Latest Videos
View In Appવૈશ્વિક બજારમાં છેલ્લે સોનું 27 સપ્ટેમ્બર 2016એ 1,327.30 ડોલરને સ્પર્શ્યા બાદ ન્યૂયોર્ક સ્પોટ માર્કેટમાં મંગળવારે એક તબક્કે 1,326.70 ડોલરની સપાટીએ જોવાયું હતું અને આ લખાય છે ત્યારે 1,317 ડોલરની સપાટીએ ટ્રેડ થતું હતું જે 7.40 ડોલરની મજબૂતાઈ દર્શાવતું હતું. જ્યારે ચાંદી 18 સેન્ટ વધીને 17.60 ડોલર મૂકાતી હતી. વૈશ્વિક સ્તરે આવેલા ઊછાળાની પાછળ વાયદા બજારમાં સોનું રૂપિયા 375 અને ચાંદી રૂપિયા 485 વધીને ટ્રેડ થતી હતી. વાયદામાં ચાંદી નવ મહિનાની ઊંચી સપાટીની નજીક ટ્રેડ થતી હતી.
સોનાની પાછળ ચાંદી પણ 26 એપ્રિલ 2017 પછીની સૌથી ઊંચી સપાટીએ બંધ રહ્યું હતું. ઉત્તર કોરિયા અને અમેરિકા વચ્ચેના ઘર્ષણ વધવાની દહેશતની પાછળ વૈશ્વિક ઇટીએફ સેફ ઇન્વેસ્ટમેન્ટ સોનામાં પોઝિશન ઊભી કરવા દોડ્યા હતા. વૈશ્વિક રિપોર્ટ મુજબ ગોલ્ડ ઇટીએફે છેલ્લા એક સપ્તાહમાં 2.24 ટકા પોઝિશન વધારી હતી.
નવી દિલ્હીઃ આંતરરાષ્ટ્રીય મોર્ચે આવેલ મોટી ઉથલપાથલને કારણે દેશમાં સોનાની કિંમતમાં મોટો ઉછાળો જોવા મળ્યો છે. ઉત્તર કોરિયાએ જાપાન ઉપરથી મિસાઈલ દાગી છે. આ સમાચાર આવ્યા બાદ રાષ્ટ્રીય રાજધાની દિલ્હીના ગોલ્ડ બજારમાં સોનાની કિંમત 550 રૂપિયા ઉછલીને 30450 રૂપિયા દસ ગ્રામની સપાટી પર પહોંચી ગયા છે. વૈશ્વિક સોનું 27 સપ્ટેમ્બર 2016 પછીની સૌથી ઊંચી સપાટીએ તો સ્થાનિક સોનું નોટબંધીના પગલાં પછી એટલે કે નવેમ્બર 2016 પછીના સૌથી ઊંચા સ્તરે પહોંચ્યું હોવાનું નોંધાયું હતું.
- - - - - - - - - Advertisement - - - - - - - - -