1000 રૂપિયાની નવી નોટ લાવવાનો સરકારનો કોઈ ઈરાદો નથીઃ નાણાં મંત્રાલય
રીઝર્વ બેંક ઓફ ઇન્ડિયાએ 25 ઓગસ્ટના રોજ 200 રૂપિયાની નવી નોટ જારી કરી હતી. તેનો ઉદ્દેશ 100 અને 500ની નોટની વચ્ચેના મૂલ્યની નોટની ઘર ભરપાઈ કરવાનો હતો. 200 રૂપિયા ઉપરાંત આ મહીને 50 રૂપિયાની નવી નોટ પણ જારી કરવામાં આવી છે. રિઝર્વ બેંક પહેલા જ કહી ચૂક્યું છે કે તે 200 રૂપિયાની નોટની ઉપલબ્ધતા વધારશે. વિતેલા સપ્તાહે નાણાં મંત્રી અરૂણ જેટલીએ કહ્યું હતું કે, 2000 રૂપિયાની નોટ પર પ્રતિબંધ લગાવવાનો સરકારનો કોઈ ઈરાદો નથી.
Download ABP Live App and Watch All Latest Videos
View In Appઆ પહેલા અંગ્રેજી અખબાર ડીએનએએ કહ્યું હતું કે, રિઝર્વ બેંક ઓફ ઇન્ડિયા ટૂંકમાં જ 1000 રૂપિયાની નવી નોટનું પ્રિન્ટિંગ શરૂ કરી શકે છે. સમાચરામાં કહેવામાં આવ્યું હતું કે, ડિસેમ્બર સુધી 1000ની નોટ બજારમાં આવી જશે. હવે ખુદ સરકારે આ મુદ્દે ખુલાસો કર્યો છે ત્યારે કહી શકાય કે હાલમાં 1000ન નવી નોટ નહીં આવે.
નવી દિલ્હીઃ 200 રૂપિયાની નવી નોટ જારી કર્યાના થોડા દિવસ બાદ નાણાં મંત્રાલયે 1000 રૂપિયાની નોટ ફરીથી લાવવાની સંભાવનાને નકારી દીધી છે. વિતેલા વર્ષે સરકારે નોટબંધી અંતર્ગત 1,000 અને 500ની નોટ બંધ કરી દીધી હતી. બાદમાં 500ની નવી નોટ જારી કરવામાં આવી હતી.
આર્થિક બાબતોના સચિવ સુભાષ ચંદ્ર ગર્ગે ટ્વીટ કરીને કહ્યું કે, 1000 રૂપિયાની નોટ ફરી લાવવાની કોઈ યોજના નથી. તેમનું આ નિવેદન એ સમાચાર પછી આવ્યું જેમાં કહેવામાં આવ્યું હતું કે, સરકાર ફરી 1000 રૂપિયાની નોટ જારી કરી શકે છે.
- - - - - - - - - Advertisement - - - - - - - - -