લાઈવ થઈ Paytm પેમેન્ટ બેંક, આ રીતે ખોલાવી શકો છો તમારું બચત ખાતું
યૂઝર્સને એકાઉન્ટ ખોલવા માટે એપનું બીટા વર્ઝન 6.0 ડાઉનલોડ કરવાનું રહેશે, ત્યાર બાદ તમારી તમામ વિગતો સાથે લોગ ઇન કરવાનું રહેશે અને બાદમાં પ્રોફાઈલ સેક્શનમાં જવાનું રહેશે. પ્રોફાઈલ સેક્શનમાં ગયા બાદ યૂઝર્સને માય સેવિંગ એકાઉન્ટ મેન્યૂ જોવા મળશે, તેને ક્લિક કરીને સ્ટેપ્સ ફોલો કરવાના રહેશે. આ સ્ટેમ્પસને ફોલો કર્યા બાદ યૂઝર્સને પેટીએમ પેમેન્ટ બેંક સેવિંગ એકાઉન્ટ તૈયારી થઈ જશે. ત્યાર બાદ વર્યુઅલ પેટીએમ પેમેન્ટ બેંક રૂપે કાર્ડ યૂઝર્સને આપવામાં આવશે.
Download ABP Live App and Watch All Latest Videos
View In Appતેના માટે યૂઝર્સે ફરજિયાતપણે આધાર કાર્ડ અને પાન કાર્ડ વેરિફાઈ કરાવવા પડશે અને જે ગ્રાહકોનું એકાઉન્ટ KYC દ્વારા વેરિફાઈડ નહીં હોય તેને એપમાં પેમેન્ટ બેંક જોવા નહીં મળે.
જોકે, આ સેવાને માત્ર પેટીએમ બીટા એપમાં જ લાઈવ કરવામાં આવી છે. જે પેટીએમ યૂઝર્સ આ પેટીએમ પેમેન્ટ્સ બેંકમાં એકાઉન્ટ ખોલાવવા માગે છે તે પેટીએમ એપનું બીટા વર્ઝન 6.0 ડાઉનલોડ કરી શકે છે. ધ્યાન રહે કે એ યૂઝર્સ જ પેટીએમ પેમેન્ટ બેંકમાં સેવિંગ એકાઉન્ટ ખોલાવી શકે છે જે પેટીએ દ્વારા વેરિફાઈટ યૂઝર હશે.
નવી દિલ્હીઃ ચાલુ વર્ષની શરૂઆતમાં ડિજિટલ વોલેટ કંપની Paytmએ પોતાની પેમેન્ટ બેંકને ટ્રેડિશનલ બેન્કો જેવા ફીચર્સ સાથે લોન્ચ કરી હતી. પેટીએમએ મેમાં કહ્યું હતું કે, પેમેન્ટ બેંકને ગ્રાહકો માટે ચાલુ વર્ષના અંત સુધી લાઈવ કરી દેવામાં આવશે. હવે કંપનીએ તેને ભારતીય ગ્રાહકો માટે લાઈવ કરી દીધી છે.
- - - - - - - - - Advertisement - - - - - - - - -