Google લઈને આવી રહ્યું છે UPI આધારિત પેમેન્ટ સર્વિસ એપ Tez, આવતા સપ્તાહે થઈ શકે છે લોન્ચ
ગૂગલે બે વર્ષ પહેલા અમેરિકામાં પોતાનું પેમેન્ટ એપ એન્ડ્રોઈડ પે લોન્ચ કરી હતી. જુલાઈમાં મિન્ટે સમાચાર આપ્યા હતા કે ગૂગલ, ફેસબુક અને વ્હોટ્સએપ જેવી કંપનીઓ પોતાના પ્લેટફોર્મ પર યૂપીઆઈ આધારિત પેમને્ટ સેવા શરૂ કરવા માટે નેશનલ પેમેન્ટ્સ કોર્પોરેશન ઓફ ઇન્ડિયાની સાથે વાતચીત કરી રહી રહ્યા છે.
Download ABP Live App and Watch All Latest Videos
View In Appનવી દિલ્હીઃ ગૂગલ ટૂંકમાં ભારતમાં પોતાની નવી ડિજિટલ પેમેન્ટ સર્વિસ લોન્ચ કરવાની યોજના બનાવી રહ્યું છે. આવતા સપ્તાહે તેની સથે જોડાયેલ મોટી જાહેરાત થઈ શકે છે. મીડિયા અહેવાલ અનુસાર ભારતમાં ગૂગલ આવતા સપ્તાહે Tez નામની પોતાની એપ લોન્ચ કરી શકે છે. હાલમાં, અમેરિકામાં ગૂગલની પેમેન્ટ સર્વિસ ચાલી રહી છે. ટેક્નોલોજી વેબસાઇટ ટેકક્રન્ચને ન્યૂઝ સાઈટ ધ કેનને ટાંકીને એક અહેવાલ પ્રકાશિત કર્યો છે કે ગૂગલ ભારતમાં આ સ્થાનીક પેમેન્ટ સર્વિસ લોન્ચ કરી શકે છે.
પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીના નોટબંધીના નિર્ણય અને ડિજિટલ ઇકોનોમીને પ્રોત્સાહન આપ્યા બાદ એક પછી એક અનેક પેમેન્ટ બેંક અને ડિજિટલ પેમેન્ટ સર્વિસીસ સામે આવી રહી છે. મીડિયા અહેવાલ અનુસાર આ સર્વિસ ગૂગલ વોલેટ અને એન્ડ્રોઈડ પે સર્વિસથી અલગ હશે. આ યૂનિફાઈડ પેમેન્ટ ઇન્ટરફેસ (UPI)ને પણ સપોર્ટ કરશે.
- - - - - - - - - Advertisement - - - - - - - - -