મોંઘવારીમાં ભડકોઃ ઓગસ્ટમાં જથ્થાબંધ મોંઘવારી દર વધીને 3.24% રહ્યો
નવી દિલ્હીઃ રિટેલ બાદ ઓગસ્ટમાં જથ્થાબંધ ફુગાવો વધીને આવ્યો છે. ઓગસ્ટમાં જથ્થાબંધ મોંઘવારી વધીને 3.24 ટકા નોંધાઈ છે. જુલાઈમાં જથ્થાબંધ મોંઘવારી દર 1.88 ટકા હતો. ઓગસ્ટમાં જથ્થાબંધ મોંઘવારી દર 4 મહિનાની ટોચે પહોંચી ગયો છે.
Download ABP Live App and Watch All Latest Videos
View In Appખાદ્ય મોંઘવારી દર બે ગણાથી વધારે વધવાને કારણે મોંઘવારીમાં ભડકો જોવા મળ્યો છે. માસિક ધોરણે ઓગસ્ટમાં ખાદ્ય મોંઘવારી દર 2.15 ટકાથી વધીને 5.75 ટકા રહ્યો છે. ઓગસ્ટમાં મેન્યુફેક્ચર્ડ પ્રોડક્ટ્નો મોંઘવારી દર 2.12 ટકાથી વધીને 4.41 ટકા નોંધાયો છે. તેવી જ રીતે ઓગસ્ટમાં ફ્યૂઅલ, પાવરનો મોંઘવારી દર જુલાઈના 4.37 ટકાથી વધીને 9.99 ટકા નોંધાયો છે.
માસિક ધોરણે ઓગસ્ટમાં કોર જથ્થાબંધ મોંઘવારી દર 2.1 ટકાથી વધીને 2.5 ટકા નોંધાયો છે. માસિક ધોરણે ઓગસ્ટમાં પ્રાઈમરી અર્ટિકલ્સનો મોંઘવારી દર 0.46 ટકાથી વધીને 2.66 ટકા નોંધાયો છે.
- - - - - - - - - Advertisement - - - - - - - - -