બેંક ઓફ બરોડા, દેના બેંક, વિજ્યા બેંકમાં ખાતું છે તો તમારા પર થશે આ અસર
આ પ્રકારના મર્જરની સાથે જ બેંકના ગ્રાહકોનું થોડું પેપર વર્ક વધી જાય છે. આ માટે, કેવાયસી પ્રક્રિયા ફરીથી કરવાની જરૂર રહે છે. તમારુ એટીએમ અને પાસબુક નવી રીતે અપડેટ્સ થશે. તેમા થોડો સમય લાગી શકે છે.
Download ABP Live App and Watch All Latest Videos
View In Appઆ મર્જરથી તમારી બેંક ડિપોઝીટને કોઈ અસર નહીં કરે અને તે સુરક્ષિત જ રહે છે. કારણે કે આવા મર્જર પહેલા પણ થયા છે. આઇએનજી વૈશ્ય બેન્ક કોટક મહિન્દ્રા બેન્ક સાથે મર્જ થઈ ગઈ છે. તે સમયે પૈસા સલામત હતા.
સરકારે બેન્ક ઓફ બરોડા, દેના બેન્ક અને વિજયા બેન્કને મર્જર કરવા માટે એક પેનલની રચના કરવાની જાહેરાત કરી હતી. જો કે, મર્જર માટે, સંબંધિત બેંકોના બોર્ડની મંજૂરી લેવી પડશે. આ બેંકોનું જોડાણ, કરીને એક નવી બેંક બનશે, જે દેશની ત્રીજી સૌથી મોટી જાહેર સેક્ટરની બેંક બનશે.
નવી દિલ્હીઃ સરકારે સોમવારે દેશની ત્રણ જાણીતી બેંક બેંક ઓફ બરોડા, વિજ્યા બેંગ અને દેના બેંકના મર્જરના જાહેરાત કરી છે. વધતી એનપીએને સામે ટકી રહેવા માટે સરકાર પ્રયત્ન કરી રહી છે. જોકે આ ત્રણ બેંકોના મર્જરને કારણે આ ત્રણે બેંકના ખાતાધારકો માટે એટીએમ અને ચેકબુક પર બેંકનું નામ બદલાઈ શકે છે.
- - - - - - - - - Advertisement - - - - - - - - -