ડેબિટ કાર્ડથી પેમેન્ટ પર લાગતા ચાર્જ ટૂંકમાં જ થશે દૂર, સરકારે કહ્યું RBI તેના પર કરી રહ્યું છે કામ
તેમણે જણાવ્યું કે, નવી ટેક્નોલોજી જ ડિજિટલ ટ્રાન્ઝેક્શનને સસ્તું બનાવી શકે છે અને આશા છે કે વધારો લોકો આ દિશામાં આગળ વધશે. સરકારે પોતાના અધિકારીઓ અને કર્મચારીઓને પણ ડિજિટલ મનીનો ઉપયોગ કરવા માટે કહ્યું છે.
તેમણે કહ્યું કે, 2000 રૂપિયાથી વધારેના ટ્રાન્ઝેક્શન પર ચાર્જી નક્કી કરવાનું કામ ચાલુ છે અને તે ટૂંકમાં જ પૂરું કરી લેવામાં આવશે. જેટલીએ કહ્યું કે, પેટ્રોલ પંપ પર ડેબિટ કાર્ડ ટ્રાન્ઝેક્શન પર લાગતા ચાર્જ ઓઇલ કંપનીઓ દ્વારા વહન કરવામાં આવશે, જ્યારે ટ્રેન ટિકિટ માટે ડેબિટ કાર્ડ ટ્રાન્ઝેક્શન પર લાગતો ચાર્જ સરકાર વહન કરશે.
જેટલીએ કહ્યું કે, પેમેન્ટ્સ એન્ડ સેટલમેન્ટ એક્ટ અંતર્ગત આરબીઆઈએ 1000 રૂપિયાના રોકડ ટ્રાન્ઝેક્શન પર એમડીઆર 0.25 ટકા કર્યો છે, જ્યારે 2000 રૂપિયા સુધીના ટ્રાન્ઝેક્શન પર 0.5 ટકા નક્કી કર્યો છે.
નાણાં પ્રધાને રાજ્ય સભામાં જણાવ્યું કે, તેના પર આરબીઆઈ નિર્ણય કરશે, તેના પર કામ ચાલુ છે. હું સંપૂર્ણ આશ્વસ્ત છું કે ડિજિટલ ટ્રાન્ઝેક્શનનું વોલ્યૂમ વધશે, તેની સાથે જ ચાર્જીસમાં પણ ઘટાડો આવશે.
નવી દિલ્હીઃ સરકાર દેશમાં ડિજિટલ લેવડ દેવડને પ્રોત્સાહન આપવા માગે છે. નામાં પ્રધાન અરૂણ જેટલીએ મંગળવારે વિશ્વાસ વ્યક્ત કરતાં કહ્યું કે, આ પ્રકારના પેમેન્ટનું વોલ્યૂમ વધારવાની સાથે જ ડેબિટ કાર્ડથી પેમેન્ટ પર લાગતા ચાર્જમાં પણ ઘટાડો આવશે. તેમણે કહ્યું કે, રિઝર્વ બેંક ઓફ ઇન્ડિયા 2 લાખ રૂપિયાથી વધારેના ડેબિટ કાર્ડ ટ્રાન્ઝેક્શન પર માર્જિનલ ડિસ્કાઉન્ટ ચાર્જીસ (MDR) નક્કી કરવા પર કામ કરી રહી છે.