ટેલીકોમ કંપનીઓએ સામ સામે બાંયો ચડાવી, Jioએ કહ્યું- દેશમાં મોબાઇલ સેવાઓ મોંઘી થવાનું કારણ જૂની કંપનીઓ
વિતેલા સપ્તાહે ટ્રાઈએ આ મામલે જિયોને ક્લીન ચિટને આપતા કહ્યું હતું કે, તેની મોબાઈલ સેવાઓ પર ફ્રી કોલિંગ તથા ડેટા પ્લાન નિયમોનું ઉલ્લંઘન નથી કરતું.
Download ABP Live App and Watch All Latest Videos
View In Appટીડીસેટે પણ રિલાયન્સ જિયોની ફ્રી ઓફરને લઈને ટ્રાઈ પાસે જવાબ માંગ્યો છે. ટીડીસેટે ટ્રાઈને સવાલ કર્યો છે કે, જિયોએ પોતાની ફ્રી ઓફર, વેલક ઓફર અને હેપી ન્યૂ યર ઓફર વિશે ટ્રાઈ અને ગ્રાહકોને એવું જણાવ્યું હતું કે, આ યોજનાઓમાં તફાવત છે.
જિયો અનુસાર રિલાયન્સ જિયો પોતાની અત્યાધુનિક અને નવી ટેક્નોલોજીનો લાભ ઓછા દરે આપીને ગ્રાહકોને આપવા માગે છે. જૂની કંપનીઓ તેને રોકવામાં લાગી છે.
કંપનીના પ્રવક્તાએ નિવેદનમાં કહ્યું કે, એરટેલે ભારતીય પ્રતિસ્પર્ધા પંચમાં ફરિયાદ કરી છે કે રિલાયન્સ જિયો પોતાની સેવાને ફ્રીમાં આપીને ટેલીકોમ ક્ષેત્રમાં પ્રતિસ્પર્ધા સમાપ્ત કરવાનો પ્રયત્ન કરી રહી છે. નિવેદનમાં જિયોએ આ આરોપને નકારી કાઢતા કહ્યું કે, તેની પાસે અત્યાધુનિક આઈપી આધારિત ટેક્નોલોજી છે, જેના કારણે તે પોતાના ગ્રાહકોને ફ્રી વોયસ કોલ સુવિધા આપી રહી છે.
નવી દિલ્હીઃ Bharti Airtel અને Reliance Jioની વચ્ચે સ્થિતિ દિવસેને દિવસે વણસી રહી છે. આ કોલ્ડ વોરની વચ્ચે જિયોના પ્રવક્તાએ એક નિવેદનમાં દાવો કર્યો છે કે, જૂની ટેલીકોમ કંપનીઓ ગ્રાહકો પાસેથી વધારે ચાર્જ વસુલી રહી છે. મુકેશ અંબાણીના નેતૃત્વવાળી જિયોએ એરટેલ પર વળતો પ્રહાર કરતાં કહ્યું કે, જિયો પર ફ્રી સેવા આપવાનો આરોપ લગાવીને એરટેલ મુખ્ય મુદ્દાથી ધ્યાન ભટકાવવાનો પ્રયત્ન કરી રહી છે.
- - - - - - - - - Advertisement - - - - - - - - -