2000 અને 500 રૂપિયાની નોટો ના સંઘરતા નહીંતર રાતા પાણીએ રડવું પડશે, જાણો કેમ?
અધિકારીઓનું કહેવું છે કે નવી ચલણી નોટોમાં પણ વધારાના સલામતી ફીચર્સ નથી. તાજેતરમાં પકડાયેલી નોટોમાં જાણવા મળ્યું છે કે ૧૭ સુરક્ષા ફીચર્સમાંથી ઓછામાં ઓછા ૧૧ની નકલ કરાઇ છે.
Download ABP Live App and Watch All Latest Videos
View In Appભારત માટે આ નીતિનું પાલન કરવું અનિવાર્ય છે. ભારતીય નોટોની ડિઝાઇનમાં ફેરફાર ઘણાં વખતથી પેન્ડિંગ છે. વર્ષ ૨૦૦૦માં ૧૦૦૦ની નોટ ચલણમાં અમલમાં મૂકવામાં આવી હતી. એ પછી નોટબંધી સુધી તેમાં કોઇ ફેરફાર કરાયો ન હતો. એવી જ રીતે ૧૯૮૭માં રજૂ કરાયેલી ૫૦૦ની નોટમાં એક દાયકા અગાઉ ફેરફાર કરાયો હતો.
આ મુદ્દે નવી દિલ્હીમાં મળેલી એક ઉચ્ચસ્તરીય બેઠકમાં કેન્દ્રીય ગૃહ સચિવ રાજીવ મહર્ષિ સહિત નાણાં મંત્રાલય અને ગૃહ મંત્રાલયના ટોચના અધિકારીઓ હાજર રહ્યા હતા. આ પગલાનું સમર્થન કરતાં ગૃહ મંત્રાલયના અધિકારીઓએ કહ્યું કે મોટાભાગના વિકસિત દેશો પોતાની ચલણી નોટોમાં દર ત્રણથી ચાર વર્ષે સલામતીના ફીચર્સ બદલી નાખે છે.
નવી દિલ્હીઃ આગામી સમયમાં જો તમે 500-2000ની નોટો સંઘરી રાખશો તો તમને ભારે નુકસાન થઈ શકે છે. નકલી નોટો પર અંકુશ લાવવા માટે સરકાર 500 અને 2000 રૂપિયની નોટોના સુરક્ષા માર્ક્સ વૈશ્વિક માપદંડો અનુસાર દર ત્રણ ચાર વર્ષમાં બદલવા પર વિચાર કરી રહી છે. નોટબંધી બાદ હાલમાં જ મોટી સંખ્યામાં નકલી નોટ પકડાવા પર સરકાર આ પગલું લેવા જઈ રહી છે.
- - - - - - - - - Advertisement - - - - - - - - -