25 હજાર સુધીના પગાર વાળાને મળશે EPFOનો લાભ
જ્યારે પગારમર્યાદામાં 10,000ની વૃદ્ધિ થવા પર સરકારને અહીં 2700 કરોડ વધારે આપવા પડશે. ઓલ ઇન્ડિયા ટ્રેડ યુનિયનના સચિવ સચદેવના અનુસાર ઓછામાં ઓછા 20 કર્મચારીઓવાળી ફર્મએ ઈપીએફઓમાં પોતાનો ફાળો આપવો જરૂરી છે. ઈપીએફઓ બોર્ડની બેઠકમાં નિર્ણય થઈ શકે, 1 કરોડ લોકો યોજનાના દાયરામાં આવશે.
Download ABP Live App and Watch All Latest Videos
View In Appનવી દિલ્હીઃ કર્મચારી ભવિષ્ય નિધિ સંગઠન (EPFO)ની સામાજિક સુરક્ષા યોજનાઓ કવરેજ માટે પગારની મર્યાદાને ચાલુ મહિને વધારીને 25,000 રૂપિયા કરવાની જાહેરાત થઈ શકે છે. તેનાથી ઈપીએફઓની આ યોજાનાનો લાભ ઔપચારિક ક્ષેત્રના એક કરોડથી વધારાના કર્મચારી સામેલ થઈ જશે.
આ અંગે ઇપીએફઓ ટ્રસ્ટી ડીએલ સચદેવે રવિવારે જાણકારી આપી હતી. તેમણે કહ્યું કે ઇપીએફઓના સીબીટી બોર્ડે યોજાયેલી બેઠકમાં પગારની મર્યાદા વધારવાનો પ્રસ્તાવ એજન્ડામાં હતો. પરંતુ સમયની અછતના કારણે ટાળી દેવામાં આવ્યુ. મહીને યોજાનારી બેઠકમાં મુદ્દે નિર્ણય લેવામાં આવશે.
હાલ દિલ્હી જેવા રાજ્યોમાં 15 હજાર રૂપિયા લઘુત્તમ વેતનની મર્યાદાને વધારાઇ છે. અત્યારે કેન્દ્ર સરકાર 15 હજાર પગાર મર્યાદા સાથે ઇપીએફઓના સભ્યોના કુલ બેસિક વેતનનો 1.16 ટકા હિસ્સો કર્મચારી પેન્શન યોજના 1995માં યોગદાન કરી રહી છે. તેના પર સરકાર પર દર વર્ષે 6,750 કરોડ રૂપિયાનું ભારણ આવશે.
- - - - - - - - - Advertisement - - - - - - - - -