બંધ થઈ ગયેલ જૂની નોટ જમા કરવાની હવે કોઈ તક નહીં મળે, સરકારે કરી સ્પષ્ટતા
જો કે આવી કોઈ નવી સવલત આપવાનો નાણા મંત્રાલયે સ્પષ્ટ ઈનકાર કર્યો હતો. બુધવારે જ આરબીઆઈએ ૯૯ ટકા રદ નોટો પરત જમા થયાનો દાવો કર્યા પછી અનેક લોકોએ સરકારને વિનંતી કરી હતી કે રદ કરાયેલી ચલણી નોટો જમા કરવા દેવા માટે વ્યવસ્થા શરૂ કરવામાં આવે. આ મામલે આર્થિક મામલાઓનાં સેક્રેટરી એસ સી ગર્ગે કહ્યું હતું કે આ તબક્કે તો એવી કોઈ શક્યતા નથી કે જૂની રદ થયેલી ચલણી નોટો પરત જમા કરવા માટે કોઈ વ્યવસ્થા શરૂ કરવામાં આવે.
Download ABP Live App and Watch All Latest Videos
View In Appહાલમાં જ ભારતીય રિઝર્વ બેન્કે ખુલાસો કર્યો હતો કે ગત ૮ નવેમ્બરે રૂપિયા ૫૦૦ અને રૂપિયા ૧૦૦૦ની ચલણી નોટો રદ થયા પછી અપાયેલી મુદતમાં રૂપિયા ૧૫.૪૪ લાખ કરોડમાંથી ૯૯ % રદ ચલણી નોટો પરત જમા થઈ ગઈ છે ત્યારે હજુ પણ અનેક લોકોએ સરકારને અનુરોધ કર્યો હતો કે રૂપિયા ૫૦૦ અને રૂપિયા ૧૦૦૦ના દરની રદ નોટો જમા કરવા માટે એક નવી વિન્ડો શરૂ કરવામાં આવે.
નવી દિલ્હીઃ નાણાં મંત્રાલયે 500 અને 1000 રૂપિયાની બંધ થઈ ગયેલ નોટો જમા કરાવવા મટે વધુ એક તક આપવાની સંભાવનાને નકારી દીધી છે. સરકાર હવે કહી રહી છે કે આશા હતી કે બંધ થઈ ગયેલ જૂની નોટો બેંકોમાં પરત આવી જશે જે રિઝર્વ બેંકના લેટેસ્ટ આંકડા અનુરૂપ છે.
- - - - - - - - - Advertisement - - - - - - - - -