RBIએ 26 નવા ડિફોલ્ટરોની યાદી કરી જાહેર, આ કંપનીઓ ચાઊં કરી ગઈ હજારો કરોડ રૂપિયા
મહત્વનું છે કે બેન્કોમાં ફસાયેલી કુલ રકમ 8 લાખ કરોડ રૂપિયાથી વધુ થઇ ચુકી છે. રિઝર્વ બેન્કે 13 જૂને લોન ન ભરનારી 12 મોટી ડિફોલ્ટર કંપનીઓની ઓળખ કરી તેમની સામે બેન્કોને આઇબીસી હેઠળ કાર્યવાહી શરૂ કરવા માટે કહ્યું હતું. બેન્કોએ તેમાંના 11ની સામે કાર્યવાહી પણ શરૂ કરી છે. તેમાંથી દરેક ડિફોલ્ટર કંપની પર 5000 કરોડ રૂપિયાથી વધુની રકમ બાકી છે.
Download ABP Live App and Watch All Latest Videos
View In Appમીડિયા રિપોર્ટ્સ અનુસાર , વીડિયોકોન, ઉત્તમ ગાલ્વા, એસ્સાર પ્રોજેક્ટ્સ, જયપ્રકાશ એસોસિએટ્સ, રૂચિ સોયા અને મનોત પાવર, વિસા સ્ટીલ, ઓર્ચિડ કેમિકલ્સ સહિત 45થી 50 એકાઉન્ટ્સ સામેલ છે. વીડિયોકોન ઇન્ડસ્ટ્રીઝ પર 44,000 કરોડ રૂપિયા અને રૂચિ સોયા પર 10 હજાર કરોડનું દેવું છે.
આરબીઆઈએ કોમર્શિયલ બેંકોને કહ્યું છે કે તે પહેલા પોતાના નિયમ અંતર્ગત આ ડિફોલ્ટરો પાસેથી લોન વસૂલાત કરવાનો પ્રયત્ન કરે. આમ ન થવા પર તમામ ડિફોલ્ટરોને બેન્કરપ્સી કાયાદ અંદર્ગત નાદાર જાહેર કરવામાં આવે. લોન વસૂલાત માટે આરબીઆઈએ તમામ બેંકોને 13 ડિસેમ્બર સુધીનો સમય આપ્યો છે. જ્યારે નાદાર જાહેર કરવાની પ્રક્રિયા શરૂ કરવા માટે બેંકોને 31 ડિસેમ્બર સુધી નેશનલ કંપની લો ટ્રિબન્યૂનલ (એનસીએલટી)માં બેન્કરપ્સી કાયદા અંતર્ગત કેસ નોંધાવવા કર્યું છે.
નવી દિલ્હીઃ રિઝર્વ બેંક ઓફ ઇન્ડિયાએ દેશની તમામ કોમર્શિયલ બેંકોને 26 ડિફોલ્ટરોની બીજી યાદી મોકલી છે. રિઝર્વ બેંકે બેંકોને કહ્યું છે કે, આ તમામ ડિફોલ્ટરોને નાદાર જાહેર કરતા પહેલા તેમની પાસેથી લોન વસૂલીની પ્રક્રિયા શરૂ કરવામાં આવે.
- - - - - - - - - Advertisement - - - - - - - - -