BSNLએ ઘટાડ્યા ઇન્ટરનેટના દર, હવે માત્ર 36 રૂપિયામાં મેળવો ફાસ્ટ 1GB ઇન્ટરનેટ ડેટા
નવી દિલ્હીઃ સરકારી ટેલીકોમ કંપની બીએસએનલે પોતાની 3જી ઇન્ટરનેટ મોબાઈલ દરમાં અંદાજે ત્રણો ગણો ઘટાડો કરવાની જાહેરાત કરી છે. આ ઘટાડાને કારણે એક વિશેષ પેકમાં એક જીબી ડેટાનો ખર્ચ 36 રૂપિયા સુધી ઘટી જશે.
Download ABP Live App and Watch All Latest Videos
View In AppBSNLએ એક નિવેદનમાં જણાવ્યું કે, કંપનીએ બજારમાં ઉપલબ્ધ હાલના સ્પેશિયલ ટેરિફ વાઉચર (STV) ચાર ગણો વધારે ડેટા આપવાનો નિર્ણય કર્યો છે. હવે 291 રૂપિયાના પ્લાનમાં ગ્રાહકોને ચાર ગણો વધારે એટલે કે 8જીબી ડેટા મળશે, જે પહેલા આ પ્લાનમાં 2જીબી મળતો હતો. જ્યારે 78 રૂપિયામાં પણ બે ગણો એટલે કે 2જીબી ડેટા મળશે.
BSNLનું કહેવું છે કે, આ ઓફર થકી અમારા ગ્રાહકોને ફકત રૂપિયા ૩૬માં 1 GB ડેટા મળશે જે સૌથી સસ્તો કહી શકાય. આ ઓફર ૬ ફેબ્રુઆરી ૨૦૧૭થી લાગુ થશે. હાલ રિલા. જીયો ૩૧ માર્ચ ૨૦૧૭ સુધી મફત 8 G ઇન્ટરનેટ સેવા આપે છે. જેમાં ગ્રાહકો તે રોજના 1 GB ડેટા મફત મળે છે. જ્યારે અન્ય ખાનગી કંપનીઓ ૫૦ રૂપિયામાં 1 GB ડેટા આપે છે.
ફિક્સ લાઈન બ્રોડબેન્ડના મામલે 9.95 મિલિયન ગ્રાહકોની સાથે બીએસએનલ આજે પણ ટોપ પર છે પરંતુ મોબાઇલ બ્રોડબેન્ડમાં તે માત્ર 20.39 મિલનય ગ્રાહકોની સાથે પાંચમાં નંબર પર છે.
જ્યારે રિલાયન્સ જિયો પોતાના લોન્ચ કર્યાના ત્રણ મહિનાની અંદર જ 52.23 મિલિયન ગ્રાહકોની સાથે જ દેશની સૌથી મોટી મોબાઈલ બ્રોડબેન્ડ મોબાઈલ સર્વિસ પ્રોવાઈડર બની ગઈ છે.
- - - - - - - - - Advertisement - - - - - - - - -