✕
  • હોમ
  • INDIA AT 2047
  • VIBRANT GUJARAT SUMMIT
  • VIDEO
  • દેશ
  • સમાચાર
  • IDEAS OF INDIA
  • વીડિયો
  • ગુજરાત
  • અમદાવાદ
  • સુરત
  • સ્પોર્ટ્સ
  • મનોરંજન
  • ધર્મ-જ્યોતિષ
  • વડોદરા
  • રાજકોટ
  • બિઝનેસ
  • જ્યોતિષ
  • ટેકનોલોજી
  • ઓટો
  • ઉપયોગિતા
  • ક્રાઇમ
  • ચૂંટણી
  • અમારો સંપર્ક કરો

મોદી ખેલશે મોટો દાવ, દરેક ગરીબના જનધન ખાતામાં જમા થશે 10,000? જાણો બીજી શું છે યોજના

એબીપી અસ્મિતા વેબ ટીમ   |  23 Nov 2016 11:54 AM (IST)
1

ભાજપના એક વરિષ્ઠ નેતાનું કહેવું છે કે, મોદી સરકારનો મુખ્ય એજન્ડા પણ દેશના ગરીબોને સશક્ત કરવાનો છે. જો આમ થાય તો ભાજપ સતત બે ચૂંટણીમાં જીત મેળવીને ગરીબ અને ખેડૂતોની વચ્ચે પોતાનો જનાધાર મજબૂત કરવામાં પણ સફળ થશે. જોકે ભગવા બ્રાન્ડની રાજનીતિત પંડિત કેન્દ્ર સરકાર નોટબંધી જેવી પોલિટિકલ ગેમને લઈને ખૂબ જ ચિંતામાં પણ છે. આ લોકોનું માનવું છે કે, ગ્રામીણ અર્થવ્યવસ્થા સંપૂર્ણ રીતે રોકડ પર આધાર રાખે છે. એવામાં નોટબંધી પક્ષ માટે ખોટનો સોદો સાબિત થઈ શકે છે. આ વાતના સંકેત સરકારને ઉત્તર પ્રદેશ, પંજાબ અને અન્ય રાજ્યો તરફથી મળ્યા પણ છે.

2

જો સરકાર આ દિશામાં આગળ વધે તો આવતા વર્ષે યોજાનારી વિધાનસભા ચૂંટણીમાં આ ગેમ ચેન્જર સાબિત થશે. કહેવાય છે કે, ભાજપ નોટબંધી બાદ પોતાની કોર વોટ બેંક વેપારી અને મધ્યમવર્ગના હટી જશે તેવા ડરથી આ પગલું લઈ શકે છે. બદલાયેલા વાતાવરણમાં સરકાર ગરીબો અને ખેડૂતોને પોતાના તરફ ખેંચવા માગે છે.

3

પ્રધાનમંત્રી જન ધન યોજના અંતર્ગત દેશભરમાં 25 કરોડ ખાતા ખોલાવામાં આવ્યા હતા. તેમાંથી 5.8 કરોડ ખાતામાં આજે પણ ઝીરો બેલેન્સ છે. જો સરકાર આ યોજના પર અમલ કરે તો સરકાર પર 58,000 કરોડ રૂપિયાનો ભાર પડે. જાણકારોનું કહેવું છે કે, આરબીઆઈના ખાતામાં નોટબંધીને કારણે 3 લાખ કરોડ રૂપિયા આવશે. જેના કારણે કેન્દ્ર સરકાર કેટલાક રાજ્યોમાં આગામી વિધાનસભા ચૂંટણી પહેલા ગરીબ લોકો અને ખેડૂતની વચ્ચે એવો મેસેજ આપવા માગે છે કે નોટબંધીને કારણે તેમને નુકસાન થવાને બદલે લાભ થશે.

4

નવી દિલ્હીઃ નોટબંધી બાદ કેન્દ્ર સરકાર જન ધન ખાતામાં 10,000 રૂપિયા જમા કરાવવા પર વિચાર કરી રહી છે. કેન્દ્ર સરકારની ઝીરો બેલેન્સવાળા ખાતામાં પ્રાથમિકતાના આધારે રૂપિયા જમા કરાવાવની યોજના છે. તેના પર યૂપી, પંજાબ અને ગોવાની ચૂંટણી પહેલા જ અમલ થાય તેવી સંભાવના છે. જેથી કરીને કેન્દ્ર સરકાર 15 લાખ રૂપિયાના જુમલા અને નોટબંધીના સંભવિત નુકસાનથી બચી શકે છે. જોકે સરકાર તરફથી સત્તાવાર રીતે આ અંગે કોઈ જાણકારી આપવામાં આવી નથી.

  • હોમ
  • બિઝનેસ
  • મોદી ખેલશે મોટો દાવ, દરેક ગરીબના જનધન ખાતામાં જમા થશે 10,000? જાણો બીજી શું છે યોજના
About us | Advertisement| Privacy policy
© Copyright@2026.ABP Network Private Limited. All rights reserved.