સોના-ચાંદીમાં લાલચોળ તેજી, 6 વર્ષની વિક્રમી સપાટીએ પહોંચ્યું સોનું, જાણો આજનો રેટ
નિષ્ણાંતોનું કહેવું છે કે, સોનાની કિંમતમાં હાલમાં કોઈ ઘટાડો આવે એવી શક્યતા નથી. શેર બજારમાં ઘટાડો અને નબળો પડતા રૂપિયાને કારણે સોનામાં તેજી જળવાઈ રહેશે. સોનાની કિંમત 2013માં 34000ને પાર કરી ગઈ હતી.
Download ABP Live App and Watch All Latest Videos
View In Appવૈશ્વિક સોનું સાત માસની ઊંચાઇ પર 1300 ડોલરની સપાટી કુદાવી 1313 ડોલર બોલાવા સાથે સ્થાનિક બજારમાં સોનું ચાલુ માસમાં 1400 વધી ઓલટાઇમ હાઇ 34000ની આસપાસ પહોંચી ગયું છે. કરન્સી માર્કેટમાં ડોલર સામે રૂપિયામાં ઘસારો અને વૈશ્વિક બજારોની તેજી-લગ્નગાળાની માગને ધ્યાનમાં લેતા સોનું ફેબ્રુઆરી માસમાં વધી 35000ની સપાટી કુદાવે તેવા સંકેતો છે.
અમેરિકામાં શટડાઉનની સ્થિતી ઉપરાંત ફેડરલ રિઝર્વ 2019ના પહેલા છ માસમાં વ્યાજ વધારો ટાળશે તેવા અહેવાલે તેજીને વેગ મળી રહ્યો છે. વૈશ્વિક સોનું ઝડપી 1350 ડોલર અને ત્યાર બાદ 1377 ડોલરની સપાટી કુદાવે તો 1400 ડોલર જ્યારે ચાંદી વર્ષાન્ત સુધીમાં 17-17.50 ડોલર સુધી પહોંચી શકે છે.
નવી દિલ્હીઃ વિદેશી બજારોમાં મજબૂતી જોતા દિલ્હી સોના બજારમાં સોનાની કિંમતમાં જોરદાર તેજી જોવા મળી છે અને મંગળવારે ભાર 100 રૂપિયા વધીને 33750 રૂપિયા પ્રતિ 10 ગ્રામ પહોંચી ગયો છે. 2013 બાદ સોનાની કિંમત સૌથી ઉચ્ચ સપાટીએ પહોંચી ગઈ છે. ચાંદીના ભાવ પણ 200 રૂપિયા વધીને 41,000 રૂપિયા પ્રતિ કિલોગ્રામ પોહંચી ગયા છે.
- - - - - - - - - Advertisement - - - - - - - - -