Election Results 2024
(Source: ECI/ABP News/ABP Majha)
સરકારે મહિલા બેંકને સ્ટેટ બેંક સાથે મર્જ કરવાનો કર્યો નિર્ણય
પોતાની સ્થાપના બાદથી અત્યાર સુધી ત્રણ વર્ષમાં મહિલા બેંકે મહિલા લોનધારકોને માત્ર 192 કરોડ રૂપિયાની લોન આપી છે. આ જ ગાળામાં એસબીઆઈએ મહિલાઓને 46,000 કરોડ રૂપિયાની લોન આપી છે.
Download ABP Live App and Watch All Latest Videos
View In Appમંત્રાલયે કહ્યું કે, મહિલાઓને સસ્તી લોનની સાથે મહિલા કેન્દ્રિત ઉત્પાદનોનો ઝડપથી વ્યાપક નેટવર્ક અને ઓછા ખર્ચે પ્રચાર કરવાની જરૂરત છે. મંત્રાલયે નિવેદનમાં જણાવ્યું કે, ભારત સરકારે ભારતીય મહિલા બેંકને સ્ટેટ બેંક ઓફ ઇન્ડિયાની સાથે મર્જ કરવાનો નિર્ણય કર્યો છે જેથી વધુ સંખ્યામાં મહિલાઓે સારી બેન્કિંગ સુવિધાઓ ઉપલબ્ધ કરાવી શકાય.
મંત્રાલયે કહ્યું કે, આ પ્રકારની એક સમાન પહોંચ બનાવવા માટે ભારતીય મહિલા બેંકનો પ્રશાસનિક અને મેનેજમેન્ટ ખર્ચ ખૂબ જ વધારે હશે. જ્યારે આ જ ખર્ચમાં એસબીઆઈના માધ્યમથી વધુમાં વધુ મહિલાઓ સુધી લોન તરીકે વહેંચી શકાય છે.
નવી દિલ્હીઃ સરકારે ભારતીય મહિલા બેંકને દેશની સૌથી મોટી બેંક ભારતીય સ્ટેટ બેંક (એસબીઆઈ) સાથે મર્જ કરવાનો નિર્ણય કર્યો છે જેથી કરીને મહિલાઓ સુધી વધુ સારી બેન્કિંગ સેવાઓ પહોંચાડી શકાય. નાણાં મંત્રાલયે એક નિવેદનમાં જણાવ્યું કે, સ્ટેટ બેંક ગ્રુપ પાસે પહેલેથી જ દેશભરમાં 126 પૂર્ણતઃ મહિલા કર્મચારીઓવાળી શાખાઓ છે જ્યારે મહિલા બેંકની પાસે માત્ર સાત જ શાખાઓ આવી છે.
- - - - - - - - - Advertisement - - - - - - - - -