15 ઓગસ્ટથી BHIM એપ યૂઝર્સને મળી શકે છે સરકારની આ ભેટ
નવી દિલ્હીઃ જો તમે BHIM એપ યૂઝર છો તો આ સમચારા તમને ખુશ કરી શકે છે. સરકાર આ વકથે સ્વતંત્રતા દિવસના અવસર પર તમને ભેટ આપી શકે છે. સરકાર ભી એપ દ્વારા ડિજિટલ ટ્રાન્ઝેક્શન પર મોટી સંખ્યામાં કેશબેક આપી શકે છે. નેશનલ પેમેન્ટ્સ કોર્પોરેશન ઓફ ઇન્ડિયા (NPCI) દ્વારા સંચાલિત BHIM એપ યૂનિફાઈડ પેમેન્ટ્સ ઇન્ટરફેસ (UPI) પર કામ કરે છે.
Download ABP Live App and Watch All Latest Videos
View In Appઅંગ્રેજી અખબારમાં પ્રકાશિત અહેવાલ અનુસાર, NCPIના મેનેજિંગ ડાયરેક્ટર અને સીઈઓ એ.પી હોતાએ જણાવ્યું કે, ભીમ એપના ઉપયોગ પર આપવામાં આવતા કેશબેકમાં કરવામાં આવેલ વધારો 15 ઓગસ્ટથી લાગુ થઈ જશે. સાથે જ એપનું એક નવું વર્ઝન પણ જારી કરવામાં આવશે.
હોતાએ કહ્યું કે, અમે સરકારને જાણકારી આપી છે કે લોકો દ્વારા આ એપનો ઉપયોગ વધારવા માટે કેશબેક રકમને વધારવામાં આવે. તેને લાગુ કરવા માટે અમે સરકાર તરફથી મંજૂરીની રાહ જોઈ રહ્યા છીએ જે 15 ઓગસ્ટ સુધી આવવાની ધારણા છે. હાલમાં કેશબેકમાં આપવામાં આવતી રકમ 10 રૂપિયાથી લઈને 25 રૂપિયા સુધી હોય છે.
હોતાએ કેશબેકમાં વધારો કરવા માટે એટલા માટે સૂચવ્યું કારણ કે ઓનલાઈન માર્કેટમાં પ્રાઈવેટ એપ હોવાથી પ્રતિસ્પર્ધા વધતી જઈ રહી છે. ગ્રાહકો પણ ભારી કેશબેક મળવાને કારણે આ પ્રાઈવેટ કંપનીઓની એપ તરફ વળી રહ્યા છે. હાલમાં જો કોઈ યૂઝર કોઈ નવા યૂઝરને ભીમ એપ માટે આમંત્રિત કરે છે તો તેને 10 રૂપિયા બોનસ મળે છે અને જેને રીફર કરવામાં આવે છે તેને 25 રૂપિયા કેશબેક મળે છે.
- - - - - - - - - Advertisement - - - - - - - - -