IT રિટર્ન ભરનારાઓની સંખ્યા 25% વધી
પાંચમી ઓગસ્ટના રોજ વ્યક્તિગત આવકવેરાનું એડવાન્સ કલેક્શન ગયા વર્ષની સરખામણીમાં ૪૧.૭૯ ટકા વધી ગયું હતું. સેલ્ફ એસેસમેન્ટ ટેક્સ હેઠળ વ્યક્તિગત આવકવેરામાં ૩૪.૨૫ ટકાનો વધારો જોવા મળ્યો હતો.
Download ABP Live App and Watch All Latest Videos
View In Appનવી દિલ્હીઃ નાણાંકીય વર્ષ 2016-17માં આવકવેરા રિર્ટન ફાઈલ કરનારાઓની સંખ્યા 25 ટકા વધીને 2.82 કરોડ પર પહોંચી ગઈ છે. આવકવેરા વિભાગનું કહેવું છે કે, નોટબંધી બાદ વધારે લોકો આવકવેરા રિટર્ન ફાઈલ કરી રહ્યા છે જેની સંખ્યામાં 25 ટકા જેટલો વધારો થયો છે.
આવકવેરા વિભાગે જાહેર કરેલા આંકડા મુજબ પાંચમી ઓગસ્ટના રોજ આવકવેરા રિટર્ન ભરનારા લોકોની સંખ્યા ૨,૮૨,૯૨,૯૫૫ હતી. ગત વર્ષે આ ગાળામાં રિટર્ન ભરનારા લોકોની સંખ્યા ૨,૨૬,૯૭,૮૪૩ હતી. આમ, આ વર્ષે રિટર્ન ભરનારા કરદાતાઓની સંખ્યા ૨૪.૭ ટકા વધી ગઈ હતી.
ગત વર્ષે આ ગાળામાં ૯.૯ ટકાની વૃદ્ધિ થઈ હતી. વ્યક્તિગત રિટર્ન ભરનારા કરદાતાઓની સંખ્યા ૨.૭૯ કરોડથી વધુ રહી છે, જે ગયા વર્ષની સરખામણીમાં ૨૫.૩ ટકા વધી ગઈ છે. ગત વર્ષે આ ગાળામાં ૨.૨૨ કરોડ જેટલા વ્યક્તિગત કરદાતાએ રિટર્ન ફાઈલ કરાવ્યું હતું. આમ, નોટબંધીને કારણે મોટી સંખ્યામાં નવા કરદાતાઓ ટેક્સની જાળમાં આવી ગયા છે તે સ્પષ્ટ થયું છે.
- - - - - - - - - Advertisement - - - - - - - - -