2000 રૂપિયાની નોટનું પ્રિન્ટિંગ થયું બંધ, સરકારે જણાવ્યું આ કારણ....
મીડિયા રિપોર્ટ્સ મુજબ, રિઝર્વ બેંક અને સરકાર સમય સમય પર કરન્સીની પ્રિન્ટિંગની માત્રા પર નિર્ણય લે છે. આ નિર્ણય ચલણમાં કરન્સીની ઉપલબ્ધતાના હિસાબથી કરવામાં આવે છે. જે સમયે 2000ની નોટ જાહેર કરવામાં આવી હતી ત્યારે એવો નિર્ણય લેવામાં આવ્યો હતો કે ધીમે-ધીમે તેના પ્રિન્ટિંગનું કામ કરવામાં આવશે. 2000ની નોટને જાહેર કરવાનો એકમાત્ર ઉદ્દેશ્ય પ્રણાલીમાં ત્વરિત રોકડ ઉપલબ્ધ કરાવવાનો હતો.
આર્થિક મામલાઓના સચિવે પોતાના નિવેદનમાં કહ્યું છે કે અંદાજીત જરૂરિયાત અનુસાર નોટોના પ્રિન્ટિંગની યોજના બને છે. સિસ્ટમમાં કુલ સર્કુલેશનના 35 ટકા 2000 રૂપિયાની નોટ છે. આ પૂરતી સંખ્યાથી વધારે છે. હાલમાં 2000 રૂપિયાની નોટીનું પ્રિન્ટિંગને લઈને કોઈ નિર્ણય નથી લેવાયો.
નવી દિલ્હીઃ સરકારે શુક્રવારે સંકેત આપ્યા છે કે 2000 રૂપિયાની નોટનું છાપકામ હાલમાં બંધ કરવામાં આવ્યું છે, કારણ કે ચલણમાં આ નોટ પૂરતી સંખ્યામાં છે. ઉલ્લેખનીય ચે કે, નવેમ્બર 2016માં નોટબંધી બાદ 2000 રૂપિયાની નોટ બહાર પાડવામાં આવી હતી.