સરકારે RJio અને Paytmને ફટકારી નોટિસ, પોતાની એડમાં PMની તસવીરનો કર્યો હતો ઉપયોગ
ઉપભોક્તા મામલાના સચિવ હેમ પાંડેએ કહ્યું કે, અમે બન્ને કંપનીઓને તેની જાહેરાતમાં પ્રધાનમંત્રીની તસવીરનો ઉપયોગ કરવા માટે નોટિસ ફટકારી છે. અમે હાલમાં તેમના જવાબની રાહ જોઈ રહ્યા છીએ.
Download ABP Live App and Watch All Latest Videos
View In Appવિતેલા વર્ષે સપ્ટેમ્બરમાં રિલાયન્સ જિયોએ પોતાની જાહેરાત દ્વારા જિયો 4જી સર્વિસને મોદી સરકારની મહત્ત્વાકાંક્ષી યોજના ડિજિટલ ઇન્ડિયા તરીકે પ્રચારિત કરી હતી. 8 નવેમ્બરે સરકાર દ્વારા નોટબંધીની જાહેરાત કર્યા બાદ પેટીએમે પોતાની જાહેરાતમાં આ નિર્ણયને ઈ વોલેટનો ઉપયોગ વધારવામાં મદદગાર ગણાવતા તેનો આવકાર્યો હતો. સૂત્રોનું કહેવું છે કે, રિલાયન્સ જિયોએ પીએમ મોદીની તસવીરના ઉપયોગ માટે પ્રધાનમંત્રી કાર્યાલય પાસેથી મૌખિકમાં મંજૂરી મેળવી હતી પરંતુ તેના માટે કોઈ લેખિત મંજૂરી આપવામાં આવી ન હતી.
આ કાયદામાં નિયમોનું ઉલ્લંઘન કરવા પર સામાન્ય આર્થિક દંડની જોગવાઈ છે. પરંતુ કોઈપણ આર્થિક દંડ કંપનીની પ્રતિષ્ઠા પર મોટો ફટકો પહોંચાડી શકે છે. બન્ને કંપનીએ આ મુદ્દે કોઈપણ ટિપ્પણી કરવાની ના પાડી દીધી છે.
ઉપભોક્તા મામલાના મંત્રાલય, જે રાષ્ટ્રપતિ અને પ્રધાનમંત્રી જેવા ઉચ્ચ કાર્યાલયોની સાથે સાથે ઐતિહાસિક મહત્ત્વની વસ્તુઓ અને વ્યક્તિઓની પ્રતિષ્ઠાનું સંરક્ષક છે, તેણે પ્રતીક અને નામ કાયદા, 1950 અંતર્ગત આ નોટિસ ફટકારી છે. આ કાયદો પ્રધાનમંત્રીના નામ અને તસવીરનો ઉપયોગ વાણિજ્યિક ઉદ્દેશથી કરવા પરત રોકે છે.
નવી દિલ્હીઃ સરકારે અબજોપતિ મુકેશ અંબાણીના નેતૃત્વવાળી રિલાયન્સ જિયો ઇન્ફોકોમ અને પેટીએમને પોતાની જાહેરાતમાં પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીની તસવીરનો ઉપયોગ કરવા માટે નોટિસ ફટકારી છે.
- - - - - - - - - Advertisement - - - - - - - - -