Honda લાવી 125 સીસીની નવી એક્ટિવા, મોબાઈલ ચાર્જિંગ સોકેટ સાથે હશે ઘણુંબધું નવું, જુઓ Pics
એટલું જ નહીં એક્ટિવા 125 હવે ભારતનું પ્રથમ ઓટોમેટિક સ્કૂટર છે જે એએચઓ અને બીએસ-4 બન્ને સાથે આવે છે. નવી એક્ટિવા 125માં એએચઓનો ફાયદો એ છે કે, તેનાથી તમામ પરિસ્થિતિ (સવાર, સાંજ, ધુમ્મ, વરસાદ વગેરે)માં વાહનની વીસીબીલીટમાં સુધારો થસે અને રસ્તા પર અકસ્માતની સંભાવના ઓછી થશે. ઉપભોક્તાઓની માગ પર હોન્ડાએ નવા મિડ વેરિઅન્ટ એલોય વ્હીલ્સ વિધ ડ્રમ બ્રેક્સ પણ રજૂ કર્યા છે.
હોન્ડાના અત્યાધુનિક કોમ્બી બ્રેક સિસ્ટમમાં ઈક્વિલાઈઝર લીવર દબાવતાં જ બ્રેકિંગ ફોર્સને આગળ અને પાછલના વ્હીલમાં બરાબર વહેંચે છે. જેનાથી બ્રેકિંગનું અંતર ઓછું થાય છે અને સંતુલન જળવાય રહે છે. એવામાં આ બ્રેકિંગ રાઈડરને પારંપરિક બ્રેકિંગની તુલનામાં વધારે આત્મવિશ્વાસ આપે છે.
નવી એક્ટિવા 125 નવા મોબાઈલ ચાર્જિંગ સોકેટની સાથે તમારા ફોનની બેટરી ક્યારે ડાઉન નહીં થાય અને રીટેક્જ્ટેબલ ફ્રન્ટ હુક સ્ટાઈલની સાથે સાથે તમને એક્સ્ટ્રા સ્ટોરેજ પણ આપશે.
નવી એક્ટિવા 1265વિશે હોન્ડા મોટરસાઈકલના સીનિયર વાઇસ પ્રેસીડન્ટ યાદવિંદર સિંહ ગુલેરિયાએ કહ્યું કે, એક્ટિવા 125 ભારતનું સૌથી વધુ વેચાતું 125 સીસી ઓટોમેટિક સ્કૂટર છે, જેના 6 લાખથી વધારે ઉપભોક્તા છે અને આ આંકડો સતત વધી રહ્યો છે. આ એએચઓ અને બીએસ-4 બન્ને માપદંડો અનુસાર છે. નવી ફ્રન્ટેસ્ટિક સ્ટાઈલ, નવી એલઈડી પોઝિશન લાઈટ્સ અને ક્રોમ ચેસ્ટથી સજ્જ આ નવી એલોય વેરિઅન્ટમાં શાનદાર ફીચર્સ સામે કર્યા છે. અમને વિશ્વાસ છે કે નવી એક્ટિવા 125 2017-18માં પોતાનું સ્થાવ વધારે મજબૂત બનાવશે.
હોન્ડા મોટરસાઇકલ એન્ડ સ્કૂટર ઇન્ડિયાએ ગુરુવારે ન્યૂ એક્ટિવા 115 લોન્ચ કરી જે ભારતની સૌથી વધુ વેચાતું 125 સીસી ઓટોમેટિક સ્કૂટર છે. નવી એક્ટિવા 125 ફ્રન્ટેસ્ટિક સ્ટાઈલથી સજ્જ છે અને ઉદ્યોગ જગતનું પ્રથમ ઓટોમેટિક સ્કૂટર છે જે ઓટોમેટિક હેડ લેમ્પ ઓન અને ભારત સ્ટેજ-4 ઉત્સર્જન અનુરુપ છે.