સોનમ કપૂરના Ex બોયફ્રેન્ડે બિઝનેસમેનની પૌત્રી સાથે કર્યા મેરેજ, બિઝનેસમેની કઈ-કઈ હસ્તીઓ જોવા મળી
આ લગ્નમાં જ્યોતિરાદિત્ય સિંધિયા, શોભના-શ્યામ ભરતિયા, દિગ્વિજય સિંઘ, ડાબરના આનંદ બરમન, હોટેલિયર પ્રિયા પૉલ, સોનિયા અને આરપીએમ સિંહ સહિતની જાણીતી હસ્તીઓ હાજર રહી હતી.
ઉલ્લેખનીય છે કે, સાહિર કોન્ટેક્ટ ગ્લોબલના ડિરેક્ટર અને સબ્સિડિયરી ઉપરાંત AfriOne, NowNowના ફાઉન્ડર છે. સાવિત્રી DLF ગ્રુપમાં લોધી હોટલ અને ડીએલએફ ઈમ્પેરિયો સંભાળે છે.
કપલના લગ્નમાં ગુરુ રંધાવા, અદનાન સામી, એ.આર. રહેમાન અને સુખબીર જેવા મોટા સ્ટાર્સે પર્ફોમ કર્યું હતું. દિલ્હીમાં યોજાયેલી કપલની સંગીત સેરેમનીમાં 3 હજારથી વધુ લોકો સામેલ થયા હતા. સાવિત્રી બિઝનેસમેન કેપી સિંહની પ્રપૌત્રી છે.
મુંબઈઃ અભિનેત્રી સોનમ કપૂરના લગ્ન 6 મહિના જેટલો સમય થયો છે. ત્યારે તેના એક્સ બોયફ્રેન્ડ અને બિઝનેસમેન સાહિર બૈરીએ પણ લગ્ન કરી લીધા છે. સાહિરે દિલ્હીમાં ગ્રાન્ડ સેરેમની દરમિયાન પોતાની લોંગ ટાઈમ ગર્લફ્રેન્ડ સાવિત્રી સિંહ સાથે લગ્નગ્રંથીથી જોડાયો હતો.